બાળકોની વેક્સિનની કામગીરી શાળા આરોગ્ય ચકાસણી સાથે કરવા રજુઆત
(એજન્સી) અમદાવાદ, ૩ જી જાન્યુઆરીથી શરૂ થનારા ૧પ થી ૧૮ વર્ષના બાળકોના વેક્સિનેશનને લઈને સંચાલક મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વેક્સિનેશન આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો સમય બગડતો અટકશે.
અને વહેલી તકે ટાર્ગેટ પૂરો કરી શકાશે. ઉપરાંત વેક્સિન માટે પણ વાલી પાસેથી સંમતિ લીધા બાદ જ બાળકને વેક્સિન આપવામાં આવવી જાેઈએ. જેથી ભવિષ્યમાં વેક્સિનન્ અપાવવા ન માંગતા હોય એવા વાલીઓ શાળા સામે કાર્યવાહી ન કરી શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા ૧પ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કર્યા બાદ જ સંચાલક મંડળ દ્વારા આ મુદ્દેે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી રસીકરણ માટે રજુઆત કરી છે. પત્રમાં સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા જણાવાયુ છે કેે ૧પ થી ૧૮ વર્ષના બાળકો સામાન્ય રીતેે ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ ગણાય.
રાજ્યમાં ધોરણ ૯ થી ૧રના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ જૂન મહિનામાં શરૂ થયુ છે.(પણ એની સંખ્યા ખુબ જ ઓછી રહી છે)
રાજય સરકારના શિક્ષણ વિભાગની સુચનાઓ મુજબ રાજયની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને પ્રકારે શિક્ષણ આપવાનું કામ ચાલુ છે.
દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓએ પણ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કર્યુ છે. આમ, રાજયમાં ધો.૧ થી ૧ર ના વર્ગોમાં શિક્ષણ કાર્ય વ્યવસ્થિત શરૂ થઈ ચુક્યુ છે. વડાપ્રધાન દ્વારા ૧પ થી ૧૮ વર્ષના બાળકોને જાન્યુઆરી થી કોરોના સામે રક્ષણ મો વેક્સિન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેને રાજયમાં પણ અનુમોદન આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં વર્ષોથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલે છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૧ર ના વિદ્યાર્થીઓને દર વર્ષેે સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. અને તેમની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ માટે ડોક્ટરોની ટીમ શાળામાં જઈને એક બે દિવસનો કેમ્પ કરીને વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરે છે.
૩ જાન્યુઆરી, ર૦રરથી શરૂ થનારા વેક્સિન કાર્યક્રમને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સાથે સાંકળી લેવામાં આવે એને આરોગ્યની ટીમ શાળાઓમાં જઈને બાળકોને વેક્સિન આપો તો વિદ્યાર્થીઓનો સમય બચી શકે છે.
ઉપરાંત વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યનો પણ સમય બચશે. એક જ જગ્યાએ સામુહિક વેક્સિન આપવાથી બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાશે. શાળા સતાધીશોએ પોતાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વેક્સિન સંમતિપત્ર મેળવી લેવાનુૃ રહેશે.
જેથી કોઈપણ વાલી પોતાના બાળકોને વેક્સિન અપાવવા માંગતા ન હોય તો ભવિષ્યમાં શાળા સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરી શકે. જેથી સંમતિ પત્રક લેવાનું ફરજીયાત થાય તે માટે પણ સંચાલક મંડળના પ્રમુખે રજુઆત કરી છે.