Western Times News

Gujarati News

આ કંપની કોરોના માટે ઓરલ એન્ટિ-વાયરલ દવા લોન્ચ કરશે

Emcure Pharmaceuticals to launch oral Covid-19 drug in a week’s time in India- એમ્ક્યોર ફાર્મા. ભારતમાં ઓરલ કોવિડ-19 દવા લોન્ચ કરશે-ડૉક્ટર્સ અને દર્દીઓને મદદ કરવા ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ થશે

પૂણે, એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ઇપીએલ)એ જાહેરાત કરી હતી કે, કંપનીને હળવા કોવિડ-19ની સારવાર કરવા માટે ઇન્વેસ્ટિગેશનલ ઓરલ એન્ટિ-વાયરલ દવા મોલ્નુપિરાવીર પ્રસ્તુત કરવા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઈ)માંથી ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (ઇયુએ) મળી છે. ઇપીએલ મોલ્નુપિરાવીરને ભારતીય બજારમાં બ્રાન્ડ નેમ લિઝુવિરા હેઠળ પ્રસ્તુત કરવાની યોજના ધરાવે છે.

Pune based Emcure Pharmaceuticals Limited (EPL) announced that it has received an Emergency Use Authorisation (EUA) approval from the Drug Controller General of India for the launch of Molnupiravir, an investigational oral anti-viral drug, for the treatment of mild COVID-19. EPL plans to launch Molnupiravir under the brand name Lizuvira in the Indian market.

કોવિડ-19ની સારવારમાં વિકસતા પડકારો સામે આ પ્રકારની દવાની અનિવાયર્તા માટેની જરૂરિયાત હોવાથી ઇપીએલ અઠવાડિયામાં લિઝુવિરા (મોલ્નુપિરાવીર) પ્રદાન કરવાનો પ્રયાસ કરશે. આ પ્રોડક્ટની સુલભતા માટે ડૉક્ટર્સ અને દર્દીઓને મદદ કરવા ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

ચાલુ વર્ષની શરૂઆતમાં ઇપીએલ ભારત અને 100થી વધારે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (એલએમઆઇસી)માં મોલ્નુપિરાવીરનું ઉત્પાદન કરવા અને પુરવઠો પૂરો પાડવા મર્ક શાર્પ ડોહમ (એમએસડી) સાથે લાઇસન્સિંગ સમજૂતી કરી હતી.

મોલ્નુપિરાવીર એક ઓરલ એન્ટિ-વાયરલ છે, જે સાર્સ-કોવ-2 સહિત વિવિધ આરએનએ વાયરસનું રેપ્લિકેશન અટકાવે છે. એમએસડી અને રિજબેક બાયોથેરાપેટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ દવાને યુકે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) તથા યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસ એફડીએ)એ ગંભીર બિમારી વિકસવાના અતિ જોખમ પર હળવાથી મધ્યમ કોવિડ-19ની સારવાર કરવા માટે મંજૂરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.