Western Times News

Gujarati News

થલપતિ ૬૬ માટે વિજયને માસ્ટર કરતાં વધુ ફી મળશે

મુંબઈ, માસ્ટર ફેમ થલપથી વિજય આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બીસ્ટ ૨૦૨૨ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પૂજા હેગડે અને અપર્ણા દાસ સાથે જાેવા મળશે. માહિતી અનુસાર, અભિનેતાએ આ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, જેના માટે તે રિલીઝની રાહ જાેઈ રહ્યો છે.

આ દરમિયાન, અહેવાલો પ્રાપ્ત થયા છે કે, મુખ્ય અભિનેતા તેની આગામી ફિલ્મ માટે હજી વધુ ચાર્જ લઈ શકે છે જે તેની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હશે. વિજને દિગ્દર્શક વામશી પૈદિપલ્લી સાથે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે અને તે તમિલ-તેલુગુમાં રિલીઝ થશે.

વાસ્તવમાં, અમે અહીં થાલાપથી ૬૬ વિશે વાત કરી રહ્યા છીએ જેનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, થલપથી ૬૬ વિજયની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેના શૂટિંગ માટે એક મોટો સેટ બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

નિર્માતાઓએ એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મ મોટા બજેટની હશે, જેનું નિર્માણ દિલ રાજુ કરશે. તો, એ પણ જાણવા મળ્યું છે કે, આ ફિલ્મના કુલ બજેટના ૫૦ ટકા વિજયને મહેનતાણું તરીકે આપવામાં આવશે. ફિલ્મની કુલ કિંમત ૧૬૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે, જેમાંથી ૯૦ કરોડ રૂપિયા થલપતિ વિજયને ઓફર કરવામાં આવ્યા છે.

ફિલ્મ મેકર્સને આશા છે કે, તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે. તમને જણાવી દઈએ કે, પહેલા વિજયને માસ્ટર માટે ૮૦ કરોડ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતુ અને ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા બાદ તેની ફી વધી ગઈ છે. ફિલ્મ માટે પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં તેની માહિતી સત્તાવાર કરવામાં આવશે.

જેમ તમે જાણો છો, વિજયે દિગ્દર્શક નેલ્સન દિલીપકુમાર સાથે તેની આગામી ફિલ્મ બીસ્ટનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, તે ટૂંક સમયમાં વંશી પૈડિપલ્લીના ‘થલાપથી ૬૬’ના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ જશે. તેમાં ઘણા લોકપ્રિય ચહેરાઓ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે અને આ ફિલ્મ એક પારિવારિક ડ્રામા હોવાનું કહેવાય છે, જે વિજય માટે તેની અગાઉની કેટલીક ફિલ્મોની સરખામણીમાં નવી ફિલ્મ હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.