સુરતમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ થયો ધરાશાયી, એકનું મોત
સુરત, સુરતમાંથી વર્ષના છેલ્લા દિવસે એક દુઃખદ ઘટના બની હતી. અહીં શહેરના પાંડેસરના વડોદ ખાતે રાત્રે એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું તો ત્યાં જ ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરના વડોદ ખાતે મોડી રાત્રે જ્યારે ઘરના સભ્યો સૂઈ રહ્યા હતા ત્યારે આચનક મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. મકાનનો સ્લેબ ધરાશાયી થતાં અફરફતી મચી જવા પામી હતી.
મકાનનો સ્લેબ પડવાનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હજુ પણ ત્રણ લોકો સારવાર હેઠળ છે.HS