૩૦૦ યુનિટ વીજળી મફત આપવા અખિલેશની જાહેરાત

લખનૌ, યુપીની ચૂંટણી જીતવા માટે હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કેજરીવાલની જેમ યુપીમાં મફત વિજળી આપવાનુ એલાન કર્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, સપાની સરકાર બની તો રાજ્યના લોકોને ૩૦૦ યુનિટ સુધી રહેણાંક વીજળી મફત આપવામાં આવશે અને સાથે સાથે ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી અપાશે.
અખિલેશે કહ્યુ હતુ કે, ૨૦૨૧ને ખરાબ કરવા માટે ભાજપે કરેલા પ્રયત્નોની કલ્પના પણ થઈ શકે તેમ નથી.કેટલાય લોકોને ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાવ્યા છે.સમાજવાદી પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.તેમની સામે કાર્યવાહી કરવા અધિકારીઓ પર દબાણ થઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, નવા વર્ષ માટે પાર્ટીના કાર્યકરોને શુભકામનાઓ પણ નવુ વર્ષ તો ત્યારે જ શરુ થશે જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હશે.સરકારે લોકોને મદદ કરવાની જગ્યાએ દુખ આપ્યુ છે.કોરોના કાળમાં સેંકડો શ્રમિકોના જીવ ગયા હતા પણ ભાજપ સરકારે તેમના પરિવારોને મદદ કરી નથી.SSS