બોલિવૂડની અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ કોરોનાથી સંક્રમિત
મુંબઈ, કોરોના નવેસરથી માથુ ઉંચકી રહ્યુ છે અને તેનાથી બોલીવૂડ પ્રભાવિત થઈ રહ્યુ છે. એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટિ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે અને તેમાં હવે એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનુ નામ જાેડાયુ છે.મૃણાલ પોતાની આગામી ફિલ્મ જર્સી માટે શાહીદ કપૂરની સાથે છેલ્લા કેટલાક દિવસથી પ્રમોશનમાં વ્યસ્ત હતી.
આ માટે તેને ટ્રાવેલિંગ પણ કરવુ પડી રહ્યુ હતુ. જાેકે તેને કોરોનાના વધારે લક્ષણો નથી.મૃણાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરતા કહ્યુ હતુ કે, મને બહુ વધારે લક્ષણ નથી પણ હું આઈસોલેટ થઈ છું.મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હું કોરોનાના તમામ પ્રોટોકોલનુ અને ડોકટરો જે સલાહ આપી રહ્યા છે તેનુ પાલન કરી રહી છું. મૃણાલે કહ્યુ છે કે, પોતાનુ ધ્યાન રાખો અને બીમારીથી બચતા રહો.મારા સંપર્કમાં આવનારા લોકો કોરોના ટેસ્ટ કરાવી લે. ઉલ્લેખનીય છે કે, મૃણાલની ફિલ્મ જર્સી ૩૧ ડિસેમ્બરે રિલિઝ થવાની હતી પણ કોરોનાના વધતા જતા કેસના કારણે ફિલ્મની રિલિઝ ડેટ ટાળી દેવામાં આવી છે. આ પહેલા મૃણાલ ફરહાન અખ્તર સાથે ફિલ્મ તુફાન તેમજ કાર્તિક આર્યન સાથે ધમાકા ફિલ્મમાં નજરે પડી હતી.SSS