ભારત-પાક. પરમાણુ પ્રતિષ્ઠાનો, જેલમાં કેદીઓની યાદી શેર કરી
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાને એક બીજાને પોત-પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટિઝની જાણકારી આપી જેથી શત્રુતાની સ્થિતિમાં તેઓ આનાથી એક બીજા ઉપર હુમલો ન કરે. છેલ્લા ૩ દશકથી ચાલતી આવેલી શત્રુતા છતાં બંને દેશોએ દ્વિપક્ષીય સબંધોની જૂની પરંપરાને જાળવી રાખી છે. બંને દેશોએ એક બીજાની જેલમાં બંધ કેદીઓની યાદી પણ શેર કરી છે. આ દરમિયાન ભારતીય પક્ષે પાકિસ્તાનથી કેદીઓ, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી હતી.
પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટિઝની યાદી નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી આપવામાં આવી હતી. શનિવારે બંને દેશોના રાજદ્વારીઓએ પરમાણુ પ્રતિષ્ઠાનોની જાણકારીની સાથે-સાથે એક બીજા પર આ હથિયારોથી હુમલો ન કરવા માટે પણ સમાધાન કર્યું.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીનું આ સતત ૩૧મું આદાન-પ્રદાન છે. સૌ પ્રથમ સમાધાન જાન્યુઆરી ૧૯૯૨માં થયું હતું.
નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી જે જાણકારી શેર કરવામાં આવી તે અનુસાર ભારતમાં વર્તમાનમાં ૨૮૨ પાકિસ્તાની નાગરિક, કેદીઓ અને ૭૩ માછીમારો છે. બીજી તરફ પાકિસ્તાનની કસ્ટડીમાં ૫૧ નાગરિક કેદીઓ અને ૫૭૭ માછીમારો એવા છે જે ભારતીય છે અથવા તો ભારતીય માનવામાં આવે છે.
આ યાદીનું આદાન-પ્રદાન મે ૨૦૦૮માં હસ્તાક્ષર કરાયેલ કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જાેગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે. આ કરાર હેઠળ બંને પક્ષો દર વર્ષે ૦૧ જૂલાઈથી વ્યાપક યાદીનું આદાન-પ્રદાન કરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકારે પાકિસ્તાનની કસ્ટડીમાંથી નાગરિક કેદીઓ, ગુમ થયેલ ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને માછીમારોને તેમની નૌકાઓ સાથે ઝડપથી મુક્ત કરવા અને સ્વદેશ પરત કરવાની હાકલ કરી છે.
આ સંદર્ભે પાકિસ્તાનને ૨ ભારતીય નાગરિક કેદીઓ અને ૩૫૬ માછીમારોની મુક્તિની તેજી માટે કહેવામાં આવ્યું છે જેની રાષ્ટ્રીયતાની પૃષ્ટિ અગાઉથી જ કરી દેવામાં આવી છે અને પાકિસ્તાનને જાણ કરી દેવામાં આવી છે. નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને ૧૮૨ ભારતીય માછીમારો અને ૧૭ નાગરિક કેદીઓને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું જેઓ પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને તેઓ ભારતીય છે.
ભારતીય પક્ષે પાકિસ્તાનને આરોગ્ય વિશેષજ્ઞોની એક ટીમના સદસ્યોને ઝડપથી વીઝા આપવા માટે વિનંતી કરી છે જેનો ઉદ્દેશ્ય વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા ભારતીય કેદીઓની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે.
આ કરારની શરૂઆત ૩૧ ડિસેમ્બર ૧૯૯૮થી થઈ હતી જ્યારે ૨૭ જાન્યુઆરી ૧૯૯૧થી આ કરાર લાગુ થયો હતો. આ અંતર્ગત ભારત અને પાકિસ્તાન દર વર્ષે ૧ જાન્યુઆરીએ એકબીજાને આગામી પરમાણુ પ્રતિષ્ઠાનો વિશે માહિતી આપે છે. આ માહિતી પ્રથમ વખત ૧ જાન્યુઆરી, ૧૯૯૨ના રોજ શેર કરવામાં આવી હતી.SSS