દરીયાપુરમાં આવેલી બેંકમાંથી ૯.૭પ લાખ રૂપિયાની ચોરી
સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું
(સારથી એમ.સાગર) અમદાવાદ, એક તરફ શહેર આખું નવા વરસને આવકારવામાં વ્યસ્ત છે અને પોલીસનો બંદોબસ્ત ચોતરફ છે ત્યારે દરીયાપુર વિસ્તારમાં આવેલી એક બેંકના તાળા તુટવાની ઘટના સામે આવી છે જેમાં તિજાેરીના તાળાં તોડીને અજાણ્યા શખ્શોએ ૯.૭પ લાખ રૂપિયાની રોકડ ચોરી લીધી હતી જાણ થતાં જ દરીયાપુર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના દરીયાપુર પોલીસની હદમાં આવતા કાલુપુર સર્કલ ખાતે વિજયા બેંક આવેલી છે ગુરૂવારે સાંજે બેંકનો સ્ટાફ બેંક બંધ કરીને ગયો હતો બીજા દિવસે શુક્રવારે સવારે બેંકના પટાવાળા બિપીનભાઈ તથા કેશીયર હસમુખભાઈ બેંક પર આવ્યા હતા ત્યારે દરવાજાનાં તાળા તુટેલા હતા જેથી તેમણે મેનેજર અનીલભાઈ પટેલને આ ઘટના અંગે જાણકારી આપતાં મેનેજરે પોતે ત્યાં આવવા સુધી રાહ જાેવા કહયું હતું.
બાદમાં મેનેજર અનીલ પટેલ બેંકના સ્ટાફ સાથે અંદર જતા કેશરૂમના દરવાજાનાં તાળાં પણ તુટેલા જાેયા હતા અને અંદર તપાસતાં એક તિજાેરીનો દરવાજાે વળેલી હાલતમાં હતો જે અંગે તેમણે દરીયાપુર પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત પહોચી ગઈ હતી તેમની હાજરીમાં તિજાેરી ખોલી કેશ તપાસતા કુલ ૯.૭પ લાખ રૂપિયાની રકમ ઓછી જણાઈ હતી જે અંગે અનીલ પટેલે દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
જાેકે પ્રાથમિક તપાસમાં બેંકમાં સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાનું તથા તેનું બેકઅપ પણ લીધુ ન હોવાનું સામે આવ્યું છે જેના પગલે પોલીસ તપાસમાં વિલંબ થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે મેનેજર અને કેશીયર સહીત બેંકમાં સાત વ્યક્તિનો સ્ટાફ કાર્યરત છે જયારે ચોરી થઈ એ કેશરૂમમાં બે તિજાેરીઓ છે જેમાં ૧૦૦થી ર૦૦૦ રૂપિયાની નોટ મોટી તિજાેરીમાં મુકવામાં આવે છે જયારે ૧૦,ર૦ અને પ૦ની નોટો નાની તિજાેરીમાં મુકવામાં આવે છે.
નોંધનીય છે કે થર્ટી ફર્સ્ટને લઈને સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં બેંકમાં ચોરીની ઘટના બનતા સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.