૧૫થી ૧૮ વર્ષ સુધીનાં ૩૫ લાખ બાળકોને રસી મળશે
અમદાવાદ, અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કાકડીયા હોસ્પિટલ તથા અમદાવાદ બિલ્ડર એસોસીએશનના સહયોગથી કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના વિવિધ પ્રકલ્પો અને વિભાગોનું કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજી અને રાજયના મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજીના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લભકાકડીયા ને રજતતુલાથી સન્માનીત કરાયા રજતતુલામાં જે ચાંદીનો ઉપયોગ થયો છે તેની રકમ પણ હોસ્પિટલમાં આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,અમદાવાદના પુર્વ વિસ્તરાના નાગરીકોને આજ થી અદ્યતન હોસ્પિટલ મળી રહી છે. ૨૨૫ બેડની આ હોસ્પિટલનું લોકાર્પણ યોજાયું છે. કાકડીયા હોસ્પિટલની સ્થાપના પુર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇએ કરી હતી ગઇ.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુડ ગવર્નન્સ માં હેલ્થ કેર સેકટરને અગ્રમીતા આપી છે. ૨૫ બેડની હોસ્પિટલ કાકડીય હસ્પિટલ આઇસીયુ સાથે શરૂ થઇ હતી જેનું ૨૦૦૭માં આદરણીય નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે અદ્યતન સુવિધા સાથે ૨૨૫ બેડની સુવિધા કરવામાં આવી છે. અદ્યતન સાધનો સાથે હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે જેનો દર્દીઓને ઝડપથી સ્વાસ્થય કરવામાં મદદ મળશે.
કોરોના મહામારીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણને કોરોના મહામારીને હરાવવામાં અને દર્દીઓને બચાવવામાં સફળતા મળી છે. રાજયમાં ઓમીક્રોનના કેસના દર્દીઓને પણ સારવાર મળી રહી છે.
આપણે પ્રાર્થના કરીએ કે કોરોનાની ત્રીજી લહેર ન આવે પરંતુ જાે આવે તો પણ, આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મહામારીનો સામનો કરવામા સજ્જ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ મજબૂત અને અત્યાધુનિક કરવા તમામ પગલા લીધા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના બાળકોને કોરોનાથી સુરક્ષીત કરવાની મુહિમ શરૂ કરી છે જેમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને આગામી ૩ થી ૯ જાન્યુઆરી દરમિયાન રાજયમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, કોઇ એક હોસ્પિટલમાં નિર્માણ માટે દાનવિરો શોધવાની જરૂર ન પડે દાનનો અવિરત પ્રવાહ વહી શકે તેનો રેકોર્ડ સુરતને જાય છે અને આખા ગુજરાતમાં એનો રેકોર્ડ પટેલ સમાજના નામે છે.
ગુજરાતમાં દાન કરવાની અને સેવાકીય પ્રવૃતિઓને અગ્રીમતા આપી હોય તો તે પટેલ સમાજે આપી છે. અને એટલે જ આવી હોસ્પિટલનું નિર્માણ થઇ શકયુ છે. આ વિસ્તારનાં લોકોને આ અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલનો લાભ મળશે તે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
દર્દીને તમામ પ્રકારની સુવિધા આ હોસ્પિટલમા મળી રહેશે. કોરોનાથી બચવા પુરતી કાળજી રાખવા પણ આગ્રહ કર્યો. કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા કરી.સંભવીત ત્રીજી લહેરને રોકવા કેન્દ્ર સરાકાર અને રાજય સરાકારના સુચનાનું પાલન જાે કરીશું તો તેનાથી બચી શકવામાં સફળતા મળશે.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભારતના જરૂરિયાતમંદ નાગરિકોને અનાજ મળી રહે તેની કાળજી રાખી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવયા એ જણાયું હતું કે આ હોસ્પિટલ નું સ્વપ્નું પૂર્વે મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે જાેયું હતું.વલ્લભ ભાઈ કાકડીયા એ તેમના કહેવા આ કામ હાથમાં લીધું હતું જે આજે મોટું વટ વૃક્ષ થયું છે.
સ્વર્ગસ્ત કેશુભાઈ પટેલ ની પ્રતિમાનું આજે અનાવરણ અહીં કરવામાં આવ્યું છે.દેશમાં કોરોના ની સંભવિત ત્રીજી લહેર માટે મોદી સરકાર દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કોરના સામે લડવાનો અમારી પાસે બે વર્ષે નો અનુભવ છે ૯૫ ટકા લોકોને પહેલો ડોઝ અને ૬૫ ને બીજાે ડોઝ લાગી ગયો છે.ત્રીજી લહેર સામે ભારત સરકારે એડવાન્સ તૈયારી કરી છે ૨૩ હજાર કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.જેમાં જિલ્લા કક્ષા એ હોસ્પિટલોનું ર્નિમણ થઈ રહ્યાં છે. દેશમાં રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે.SSS