Western Times News

Gujarati News

બે વર્ષથી બંધ રહેલી પાવાગઢ પરિક્રમાનો શુભારંભ થયો

પાવાગઢ, કોરોનાકાળમાં બે વર્ષ મોકુફ રહેલી સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો કોરોના ગાઈડલાઈન સાથે આજથી શુભારંભ થયો છે.

આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી સંતો, મહંતો,પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે દેશ દુનિયા માંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ પ્રસ્થાન કરાવ્યું છે. પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણે થી માઇભક્તો અને શ્રદ્ધાળુ ઓ જાેડાયા છે. આ યાત્રા સાથે હિન્દૂ ધર્મ જાગરણ મંચ દ્વારા પંચમહાલ ધર્મ જાગરણ દિવસ તરીકે જાહેરાત કરી યાત્રાનું મહાત્મ્ય વધારી દીધું છે.

પરિક્રમા યાત્રામાં નડિયાદથી આવેલા માઇ ભક્ત મહાકાળી માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જે આકર્ષણનો ભાગ બન્યા હતા. ધાર્મિક મહત્વ ધરાવતા કોઈપણ સ્થળની પરિક્રમાને હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે જેમાં પણ શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે.

આવી જ અંદાજિત ૭૦૦થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજાેગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોવાનું પણ માનવામાં આવે છે. આ પવિત્ર યાત્રાને છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ જીવંત કરવામાં આવી છે.

આજરોજ પાવાગઢ ના વાઘેશ્વરી મંદિર થી પગપાળા પરિક્રમા નું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું જેનું સમાપન યાત્રા પથ માં આવતા સ્થાનો ના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢ ના રાજવી ઓ પણ આ પવિત્ર પરિક્રમા માં જાેડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવા નું વિશેષ મહત્વ છે.આજથી પ્રારંભ થયેલી પાવાગઢ ની ૪૪ કિમિ ની પગપાળા યાત્રા માં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જાેડાયા હતા. ઉલ્લેખનીય છે કે દિવાળીના સમય દરમિયાન કોરોના વાયરસની અસર જૂનાગઢના ગીરનાર પરિક્રમા ઉપર પણ દેખાઈ હતી. જ્યાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા. પરંતુ પરિક્રમા માટે દરવાજાે બંધ હોવાથી વિરોધ થયા બાદ તંત્રદ્વાર તબક્કાવાર પરિક્રમા થાય તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.