તાબુકમાં ભારે હિમવર્ષાથી લોકો દંગ રહી ગયા

રિયાધ, રણ અને ભીષણ ગરમી માટે જાણીતા સાઉદી અરબમાં હાલ તો લોકો બરફવર્ષાની મજા લઈ રહ્યા છે. ઈસુના નવા વર્ષના પહેલા દિવસે સાઉદી અરબના ઉત્તર-પશ્ચિમી શહેર તાબુકમાં ખુબ જ હિમવર્ષા થઈ. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોટા અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે.
એક વીડિયોમાં સાઉદી પુરુષ બરફવર્ષાની ખુશીમાં પરંપરાગત નૃત્ય કરવા લાગ્યા. તાબુકમાં બરફ પડવાના નજારા પહેલા પણ જાેવા મળ્યા છે પરંતુ આ પ્રકારે સંગીતની ધૂન પર પરંપરાગત નૃત્ય રજુ કરતા લોકો ભાગ્યે જ જાેવા મળે છે. તાબુક પાસે આવેલા અલ લોજ પર્વત પર હજારોની સંખ્યામાં સહેલાણીઓ બરફવર્ષાની મજા માણવા માટે પહોંચી ગયા છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી.
ત્યારે તેણે છેલ્લા ૫૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. બીબીસીના રિપોર્ટ મુજબ સાઉદીની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએએ બરફની ચાદરોથી ઢંકાયેલી કારોની તસવીરો પોસ્ટ કરી છે. વીડિયોમાં લોકો બરફની મજા લેતા જાેવા મળે છે. જબલ અલ લાવઝ, જબલ અલ તાહિર અને જબલ અલ્કાન પર્વત સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલો છે.
અરબી અખબાર અશરાક અલ અવસાતના જણાવ્યાં મુજબ સાઉદી અરબમાં દર વર્ષે જબલ અલ લાવઝ, જબલ અલ તાહિર અને તાબુકમાં જબલ અલ્કાન પર્વતો પર બેથી ત્રણ અઠવાડિયા સુધી બરફ પડે છે. આ પહાડ સાઉદી અરબના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં છે. જબલ અલ લાવઝ ૨૬૦૦ મીટર ઊંચો છે. આ પર્વતને અલમન્ડ માઉન્ટેઈન પણ કહે છે. કારણ કે તેના ઢાળ પર મોટી સંખ્યામાં બદામના ઝાડ છે.
આ વિસ્તારમાં દર વર્ષે અલગ અલગ સીઝનમાં બરફવર્ષા થતી હોય છે. તાબુકનો વિસ્તાર જાેર્ડન સાથે જાેડાયેલો છે. આ વિસ્તારમાં બરફ પીગળ્યા બાદ ખુબ સુંદર નજારો જાેવા મળતો હોય છે. સાઉદી અરબમાં થયેલી ભીષણ બરફવર્ષા સમગ્ર ખાડી દેશો માટે એક દુર્લભ ઘટના જણાવાઈ રહી છે. કારણ કે થોડા સમય પહેલા જ અહીં બર્ફીલી ઠંડીની ઋતુ આવી ગઈ છે.
રાતે ફૂંકાતા ઠંડા પવનના કારણે તાપમાન અનેક ભાગોમાં માઈનસમાં પહોંચી રહ્યું છે. જ્યારે સાઉદી અરબના સિવિલ ડિફેન્સે લોકોને લો વિઝિબિલિટીના કારણે સતર્ક રહેવા જણાવ્યું છે. હવામાન ખાતાના રિપોર્ટ મુજબ રિયાધ, મક્કા, પૂર્વ પ્રાંત અલ બહા, મદીના, અસીર, ઝઝાન, અલ કાસિમ, તબુક, અલ ઝોફ અને ઓલાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.SSS