બિગ બોસમાં હું અને કરણ સીમા ઓળગીશું નહીંઃ તેજસ્વી
મુંબઇ, બિગ બોસ ૧૫ના વીકએન્ડ કા વાર એપિસોડમાં દેવોલીના ભટ્ટાચાર્જીએ તેજસ્વી પ્રકાશ વિશેની કેટલીક અંગત માહિતી આપી હતી. રાખી સાવંતે તેજસ્વી પ્રકાશને સમજાવ્યું હતું કે, જ્યારે તે કરણ કુંદ્રાને હગ કરે ત્યારે તેણે સીમા ઓળંગવી જાેઈએ નહીં કારણ કે તેનાથી અન્ય લોકો અનકમ્ફર્ટેબલ અનુભવે છે.
તેના પર પ્રતિક્રિયા આપતા તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે, તે જવાબદાર છે અને તેનો પરિવાર શો જાેઈ રહ્યો છે તે અંગે માહિતગાર છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, કરણ કુંદ્રા વધારે જવાબદાર છે અને તેઓ તેમની સીમાને ક્યારેય ઓળંગશે નહીં. તેજસ્વીએ કહ્યું હતું કે, દેવોલીના ભટ્ટાચાર્જી અને પ્રતીક સહજપાલ તેમના કરતા વધારે કોઝી થાય છે જ્યારે તેઓ કપલ પણ નથી. જવાબમાં, દેવોલીનાએ રાખી સાવંતને કહ્યું હતું કે, તેજસ્વીને શો બહાર બોયફ્રેન્ડ છે.
રાખીએ આ વાત કરણ કુંદ્રાને કહી હતી અને સાંભળ્યા બાદ તે ચોંકી ગયો હતો. તેણે તેજસ્વી પ્રકાશ વિશે વાત કરી હતી અને પૂછ્યું હતું કે, શું આ તે જ વ્યક્તિ છે જેના વિશે તેમણે અગાઉ વાત કરી હતી. તેજસ્વીએ કહ્યું હતું કે, તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે તે અંગે તેને જાણ નથી. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેઓ તેના હાલના બ્રેકઅપ વિશે વાત કરી રહ્યા હતા.
શો બહાર પણ બોયફ્રેન્ડ હોવાના કથિત સમાચાર આખા મીડિયામાં ફેલાયા હોવાની જાણ તેજસ્વીને દેવોલીના દ્વારા થઈ હતી. તેજસ્વી ચોંકી ગઈ હતી અને પૂછ્યું હતું કે, ‘કોણ છે તે? ક્યારે જન્મ થયો? મને ફરક નથી પડતો. હું શું કરી રહી છું તેની મને ખબર છે. મને કોઈ ફરક નથી પડતો. રાખી સાવંત સાથે વાતચીત કર્યા બાદ, અભિજીત બિચુકલેએ તેજસ્વીના કેરેક્ટર પર સવાલ કર્યો અને તેને કહ્યું હતું કે, ‘તે એટલી ખોટી છોકરી છે. બહાર બોયફ્રેન્ડ હોવા છતાંતે અહીંયા કરણની સાથે છે’.SSS