અભિનેતા સની દેઓલે બરફ સાથે જોરદાર મસ્તી કરી
મુંબઇ, બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી ખાસ ઓળખ ઊભી કરનારો એક્ટર સની દેઓલ હાલ મનાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સની દેઓલ પોતાની ટ્રિપના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. તેણે પોતાની એક ઝલક સોશિયલ મીડિયાપર શેર કરી છે.
સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે તે બરફ સાથે મસ્તી કરી રહ્યો છે. સની દેઓેલે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, કેક પર આઈસિંગ. લાઈફના દરેક પળને એન્જાેય કરો. સની દેઓલના વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
એક ફેને લખ્યું કે, લવ યુ પાજી. તો અન્ય એક ફેને લખ્યું કે, સર હું તમારો ખૂબ જ મોટો ફેન છું, લવ યું. જ્યારે અન્ય એક ફેને લખ્યું કે, વાહ સર. તો અન્ય એકે લખ્યું કે લવ યુ સની જી. આ વીડિયોને અત્યાર સુધીમાં ૪૨ હજારથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. મહત્વનું છે કે, આ પહેલાં પણ સની દેઓલે પહાડો પરથી પોતાના પિતા ધર્મેન્દ્રની સાથે કેટલાંક વીડિયો અને તસવીરો શેર કરી હતી.
અગાઉ સની દેઓેલ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે, તેઓએ ફિલ્મ ગદર-૨નો પહેલો તબક્કો શરૂ કરી દીધો છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૧માં આવેલી ફિસ્મ ગદરઃ એક પ્રેમકથાની સિક્વલ છે. આ ફિલ્મનું ડિરેક્શન અનિલ શર્મા કરી રહ્યા છે, જેઓએ પહેલી ફિલ્મનું પણ ડિરેક્શન કર્યુ હતુ.
મહત્વનું છે કે, સની દેઓલે પોતાની આગામી ફિલ્મ ગદર-૨નું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કર્યુ છે. અહીં પાલમપુર પાસે આવેલા ભલેડ ગામમાં ગદર ૨ના કેટલાંક સીન શૂટ કરવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણી માટે સની દેઓલે કામમાંથી બ્રેક લીધો હતો અને તે મનાલી પહોંચ્યો હતો.
ત્યારે તાજેતરમાં જ સની દેઓલે બરફથી છવાયેલા પહાડોના ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં સની દેઓલ તેની વધેલી દાઢી અને ચશ્મા તથા ટોપી પહેર્યા હતા. ઓવરઓલ તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે ફોટા શેર કરીને લખ્યું કે, નવા વર્ષ ૨૦૨૨નું સ્વાગત કરવા માટે પહાડની હવાનું એક તાજુ ઝોંકુ. એ પછી સની દેઓલના ફેને પૂછી જ લીધુ કે, ગદર ૨ ક્યારે આવી રહી છે, તો કેટલાંકે કહ્યું કે, અમે ફિલ્મ ગદર-૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.SSS