પ્રિયંકા ચોપરાએ દરિયાની વચ્ચે નવું વર્ષ ઉજવ્યું
મુંબઇ, કેટલાક બોલિવુડ સેલેબ્સે પરિવાર સાથે તો કેટલાકે તેમના બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે નવા વર્ષનું જાેરદાર સ્વાગત કર્યું હતું. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પણ શેર કરી હતી. પ્રિયંકા ચોપરાએ પતિ નિક જાેનસ સાથે દરિયાની વચ્ચે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું.
જેની ઝલક હવે તેણે દેખાડી છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે તસવીરો શેર કરી છે, તેમાં પતિ નિક સાથે ભવ્ય યૉટમાં જાેવા મળી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘ફોટો બમ્પ મિત્રો, પરિવાર માટે કૃતજ્ઞતા.
અહીંયા જીવનની ઉજવણી કરી રહ્યા છે #2022 #happynewyear. પ્રિયંકા ચોપરાએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે નિકના ખોળામાં ઊંઘીને ક્ષણનો આનંદ માણી રહી છે. તેણે પિંક કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો છે, જેમાં તે હંમેશાની જેમ સ્ટનિંગ લાગી રહી છે. બીજી તરફ નિક મલ્ટી-કલરના શર્ટમાં ડેશિંગ લાગી રહ્યો છે. બીજી તરફમાં પ્રિયંકા ઓરેન્જ કલરની બિકીનીમાં સનબાથ લઈ રહી છે. ત્રીજી તસવીર સન સેટની છે.
ચોથી તસવીરમાં એક્ટ્રેસે હેપ્પી ન્યૂ યર લખેલા ચશ્મા પહેર્યા છે અને પાઉટ કરી રહી છે. જ્યારે છેલ્લી સેલ્ફી છે, જેમાં પણ તે પર્ફેક્ટ પાઉટ કરી રહી છે. કપલને નતાશા પૂનાવાલા અને અન્ય એક મિત્રએ પણ કંપની આપી હતી. ઘણા દિવસો પહેલા પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના સંબંધોમાં તિરાડ પડી હોવાના સમાચાર ત્યારે વહેતા થયા હતા જ્યારે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામ પાછળથી જાેનસ સરનેમ હટાવી દીધી હતી.
જાે કે, એક્ટ્રેસે લોકોની ગેરસમજણને દૂર કરતા કહ્યું હતું કે, ‘હું માત્ર ઈચ્છતી હતી કે મારું યૂઝરનેમ મારા ટિ્વટર સાથે મેચ થાય. હું તે જાેઈને હેરાન છું કે લોકો માટે આ આટલો મોટો મુદ્દો કેમ બની ગયો’.SSS