Western Times News

Gujarati News

“પેટીએમ અને સ્ટાર હેલ્થે કોર્પોરેટ એજન્સી સમજૂતી કરી”

ભારતમાં અગ્રણી હેલ્થ વીમાકંપની ડિજિટલ પેમેન્ટ્સ લીડર પેટીએમ (Digital payment leader company PayTM) અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની (Star Health and allied Insurance company) લિમિટેડ (સ્ટાર હેલ્થ)એ દેશમાં પેટીએમનાં તમામ ગ્રાહકોને સ્ટાર હેલ્થનું વિસ્તૃત હેલ્થ વીમાકવચ ઓફર (health insurance cover) કરવા તેમની કોર્પોરેટ એજન્સી પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ સમજૂતી સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યો. કંપની લિમિટેડ અને પેટીએમ દ્વારા પેટીએમની હેડ ઓફિસમાં આ સમજૂતી થઈ હતી.

પેટીએમનાં પ્રેસિડન્ટ અમિત નય્યરે (PayTM president Amit Naiyar) કહ્યું હતું કે, “ગ્રાહકની જરૂરિયાતને સમજવી અને તેમને તેમની જરૂરિયાત મુજબ ઉત્પાદનો પ્રદાન કરવા મહત્ત્વપૂર્ણ છે. પેટીએમમાં અમે ખર્ચાળ મેડિકલ સારવારોનાં યુગમાં અમારાં લાખો ગ્રાહકોને હેલ્થ વીમાનાં વિકલ્પો ઓફર કરવા કટિબદ્ધ છીએ, ત્યારે વીમાની ખરીદીથી દાવા સુધીની ગ્રાહકની સફરને સુવિધાજનક બનાવવા પ્રતિબદ્ધ છીએ. અમારું માનવું છે કે, સ્ટાર હેલ્થ અમને મદદ કરવા બેસ્ટ પાર્ટનર છે, જે શ્રેષ્ઠ કસ્ટમાઇઝ ઉત્પાદનો અને સાતત્યપૂર્ણ ગ્રાહક અનુભવ આપે છે.”

આ પ્રસંગે ઉપસ્થિત સ્ટાર હેલ્થનાં જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર આનંદ રૉયે (Star health MD Anand Roy) કહ્યું હતું કે, “આ પાર્ટનરશિપ અમારી વિસ્તરણ વ્યૂહરચના તરફ મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમાં દેશનાં કોઈ પણ શહેર કે નગરમાં દરેક વ્યક્તિને હેલ્થ વીમો લેવા ટેકનોલોજીકલ ઇનોવેશન દ્વારા મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સામેલ છે. તેમણે ખાતરી આપી હતી કે, સ્ટાર હેલ્થ સાથે આ જોડાણથી ભારતીય ગ્રાહકો માટે કસ્ટમાઇઝ હેલ્થ વીમા સોલ્યુશન્સ ઊભા કરવાની કટિબદ્ધતા વ્યક્ત થઈ છે, ત્યારે બંને કંપનીઓ દ્વારા વીમાનાં સાતત્યપૂર્ણ વ્યવહારો સુનિશ્ચિત કરીને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.