જોધપુરમાં મહિલા ગાયને ઘરમાં બાળકની જેમ રાખે છે

નવી દિલ્લી, સોશિલમીડિયા પ્રાણીઓના ફોટાઓથી ભરેલું પડ્યું છે. રાજસ્થાનના જાેતપુરમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં ૩ ગાયોને રાખી છે. પરિવારના લોકો ગાયોને પોતાના બેડરૂમમાં ફરવા, બેસવા અને રમવાની પરવાનગી આપે છે.
પરિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર COWSBLIKE શેર કર્યો છે. આ પરિવારે પોતાની ગાયોનું નામ ગોપી, ગંગા, અને પૃથુ રાખ્યું છે. ક્લિપમાં એક ગાય ધાબડો ઓઢીને પલંગ પર બેઠી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. રાજસ્થાનમાં આવેલા જાેધપુરના સુભાષ નગરમાં એક મહિલા પોતાના ઘરમાં ગાય અને વાછરડાને એક બાળકની જેમ રાખે છે. આ મહિલાનું ઘર સોશિયલ મીડિયામાં COW HOUS નામથી ફેમસ થઈ ગયું છે.
જાેધપુરની આ મહિલાનું નામ સંજૂ કંવર છે. તેમણે જણાવ્યું કે ભલેને બધા મંદિર જઈને ભગવાન શંકરના વાહન નંદીની પૂજા કરે છે પરંતુ રસ્તા પર ગાયોને જાેઈને તે ઈગનોર કરે છે. તેમને આના પર વિશ્વાસ નથી. મહિલાએ જણાવ્યું કે, ગાય પાલતુ પ્રાણી છે અને કોઈને નુકસાન નથી પહોંચતું.
જાે ગાયોને ઘરમાં રાખવામાં આવે તો દરેક પરિસ્થિતિઓ કપાઈ જાય છે. આજના સમયમાં ઘણા લોકોના ઘરમાં ગાય હોય છે, જાે કે, તેમને ખેતર અથવા તબેલામાં રાખવામાં આવે છે પરંતુ રાજસ્થાનની આ મહિલા બાળકની જેમ ગાયને અને વાછરડાને રાખે છે. આ મહિલા દશ વર્ષથી પોતાના ઘરને સાળસંભાળ રાખે છે. આ મહિલા આખો દિવસ પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવામાં પસાર કરે છે.SSS