યુવક સાથે થઈ છેતરપિંડી, વેક્સીન લગાવવાના નામ પર કરાવી દીધી નસબંધી
 
        ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરના ભૂપાલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. અહીં ફતહપુરા વિસ્તારમાં જનની સુરક્ષા કેન્દ્રમાં કોરોના વાયરસની વેક્સીન લગાવવાના નામ પર એક યુવકની નસબંધી કરી દેવામાં આવી.
આ વાતની જાણકારી મળવા પર પીડિતે ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. ઘટનાની તપાસ ઉપઅધિક્ષકને સોંપવામાં આવી છે. ભૂપાલપુરા પોલીસના જણાવ્યા મુજબ ઉદયપુરના પ્રતાપનગર વિસ્તારમાં સ્થિત ગુરુદ્વારા પાસે રહેનારા બાબુલાલ ગમેતીનો પુત્ર કૈલાશ મજૂરી કરવા ઘરથી નીકળ્યો હતો.
બેકની પુલિયા પર તે કામ માટે રાહ જાેઈ રહ્યો હતો. ત્યારે જ હિરણમગરી સેક્ટર પાંચનો રહેવાસી નરેશ ચાવત પાસે આવ્યો અને કૈલાશને કોરોના વાયરસની વેક્સીન લગાવવા પર ૨૦૦૦ રૂપિયા આપવાનો વાયદો કરીને સ્કૂટી પર સાથે લઈ ગયો. આરોપી તેને ફતહપૂર સ્થિત એક હૉસ્પિટલમાં લઈ ગયો. જ્યાં તેને ઇન્જેક્શન લગાવવામાં આવી, તેનાથી તે બેહોશ થઈ ગયો. રિપોર્ટ મુજબ અહીં તેની નસબંધી કરી દેવામાં આવી. ઓપરેશન બાદ આરોપીએ પીડિત કૈલાશને તેની બહેનના ઘરે છોડી દીધો.
આરોપી ૨૦૦૦ની જગ્યાએ તેને ૧૧૦૦ રૂપિયા આપીને ફરાર થઈ ગયો. પીડિત કૈલાશની માતા તરફથી દાખલ કારવવામાં આવેવેલા રિપોર્ટ કહેવામાં આવ્યું છે તે તેનો એકમાત્ર દીકરો છે, લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ તેનું કોઈ સંતાન નથી.
હવે તે પોતાના પૌત્રનું મોઢું કઈ રીતે જાેઈ શકશે. તેનાથી તેની માતાની ચિંતાઓ વધી ગઈ છે. પોલીસે છેતરપિંડી અને જીઝ્ર/જી્ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તપાસની શરૂઆત કરી દીધી છે. તો રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં એક યુવક દ્વારા પોતાની જ કાકીને ઢોર માર મારવાના સમાચાર સામે આવ્યા છે.
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક મહિલાને ઢોર માર મારતો નજરે પડી રહ્યો છે. મહિલાને એટલો ર્નિદયી માર મારવામાં આવ્યો કે તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી.
કહેવામાં આવી રહ્યું છે કે આ એક પારિવારિક મામલો છે અને વિવાદ ઊભા પાકના નુકસાનને લઈને થયો હતો. પહેલા બંને પક્ષ વચ્ચે બોલાબોલી થઈ પછી વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ. ત્યારબાદ યુવકે કાકીને દંડાથી મારી. પીડિતાએ આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાવી છે.HS

 
                 
                 
                