Western Times News

Gujarati News

મોત માથે ઊભું છે અને વ્યક્તિ તસવીર લઈ રહી છે

નવી દિલ્લી, સૌથી ખતરનાક બાબત એ છે કે દીપડો તે ખુલ્લી જીપની ઉપર બેસે છે. દીપડો જીપ પર બેઠા પછી જીપમાં સવાર અમુક લોકોની હાલત ખરાબ થઈ જાય છે. જાે કે એક વ્યક્તિ સતત દીપડાનો વીડિયો ઉતારતો જાેવા મળ્યો. દીપડો ખૂબ ખતરનાક પ્રાણી છે.

આ પ્રાણી પોતાના શિકારને જાેઈને એકદમ ઝડપથી હુમલો કરે છે. પોતાના શિકારને આ પ્રાણી ખૂબ જ ટેકનિકથી પકડે છે. આ પ્રણીના હુમલા કરવાની ટેકનિકના કારણે તેને નંબર વન શિકારી માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળે છે કે એક જીપમાં બેસીને કેટલાક લોકો જંગલ સફારીની મજા લેવા માટે ગયા હતા.

આ દરમિયાન દીપડાને જાેઈને જીપમાં બેઠેલા લોકો તેનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. આ દરમિયાન કઈક એવું થાય છે કે, જીપમાં બેઠેલા લોકો ચીસ પાડી ઉઠે છે. ખરેખર દીપડો કુદકો મારીને જીપ પર ચડી જાય છે. સૌથી ખતરનાક વાત એ છે કે દીપડો આ ખુલ્લી જીપ પર બેઠો છે ત્યાર બાદ જીપમાં બેઠેલા અમુક લોકોની હાલત ખરાબ થઈ જાય છે. એક બીજાે વ્યક્તિ પોતાના હાથમાં મોબાઈલ લઈને ઉભો થાય છે અને દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે.

આ જાેઈ જીપમાં બેઠેલા લોકો હેરાન થઈ જાય છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે આ વ્યક્તિ એક દમ કુલ અંદાજમાં દીપડા સાથે સેલ્ફી લેવા લાગે છે. આ દરમિયાન જીપમાં વીડિયો બનાવનારો વ્યક્તિ જીપમાં બેઠેલા લોકો તરફ કેમેરો ફેરવે છે. જીપમાં બેઠેલા લોકો ને જાેઈને લાગે છે કે, તે લોકો એક્સાઈમેન્ટની સાથે હેરાન પણ કે આ વ્યક્તિ દીપડા સાથે સેલ્ફી લઈ રહ્યો છે.

આ વીડિયોમાં મજાની વાત એ છે કે જે સમયે વ્યક્તિ દીપડા સાથે સેલ્ફી લઈ રહ્યો હોય છે તે સમયે દીપડો પણ એ વ્યક્તિને ખૂબ આરામથી સેલ્ફી લેવા દે છે. આ સેલ્ફી જાેયા બાદ તમારા મોઢામાંથી પણ નીકળી ગયું હશે કે આ છે દુનિયાની ખતરનાક સેલ્ફી. તમને જણાવી દઈએ ક સામાન્ય રીતે દીપડો પોતાના શિકાર પર હુમલો કરવા માટે ૫૬થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. દીપડાની તાકાત એટલી બધી હોય છે કે જંગલના મોટા ભાગના પ્રાણીઓ તેમનાથી ડરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.