હું, ફૈસલ અને તેની બહેન વર્ષોથી મિત્રો છીએઃ અમીષા
મુંબઈ, હાલમાં સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલના દીકરા ફૈસલ પટેલ સાથે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત વાયરલ થયા બાદ બોલિવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ચર્ચામાં આવી હતી. થોડા દિવસ પહેલા, ફૈસલ પટેલે ટિ્વટર પર જાહેરમાં તેને લગ્નનું પ્રપોઝલ આપ્યું હતું જે બાદ તેઓ રિલેશનશિપમાં હોવાની અટકળો શરૂ થઈ હતી. આ બધાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે એક્ટ્રેસે તેને ૩૦મી ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ કર્યું હતું.
અમીષા પટેલે ટ્વીટ કર્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે મારા ડાર્લિંગ, લવ યુ તારું વર્ષ અદ્દભુત રહે’. જેના રિપ્લાયમાં ફૈસલ પટેલે લખ્યું હતું કે, હું ઔપચારિક રીતે જાહેરમાં પ્રપોઝ કરી રહ્યો છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?. વાતચીત કરતાં એક્ટ્રેસે અફવાને સ્પષ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું અને ફૈસલ પટેલ એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. હું, તે અને તેની બહેન મિત્રો છીએ. તે પ્રપોઝલવાળો મેસેજ અમારી વચ્ચેની મજાક હતી. તેનાથી વધું કંઈ નહીં.
હું સિંગલ છું અને સિંગલ રહેવાથી ખુશ છું. હાલ મને રિલેશનશિપમાં રહેવામાં રસ નથી. ફૈસલ એવો વ્યક્તિ છે જેને આવા પ્રકારના જાેક્સ કહેવાનું પસંદ છે. રસપ્રદ રીતે, મેરેજ પ્રપોઝલ વાયરલ થયા બાદ, ફૈસલે તરત જ તેનો મેસેજ ડિલિટ કરી દીધો હતો, જેના પર અમીષાએ કહ્યું હતું કે ‘મેં તેને કહ્યું હતું કે, તારો મેસેજ ડિલિટ કરવો જાેઈતો નહોતો.
મેં મારી સ્ટાઈલમાં પોસ્ટનો જવાબ આપ્યો હોત. પરંતુ તેણે કહ્યું હતું કે, તેને લોકો તરફથી ફોન આવવા લાગ્યા હતા. જાહેર વ્યક્તિઓ સાથે આવું થાય છે, તમે જાહેરમાં મજાક પણ કરી શકતા નથી. જાેડાણ વિશે વાત કરતાં અમીષા પટેલે જણાવ્યું હતું કે, ‘અમે બંને રાજનૈતિક બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. મારા દાદા, વકીલ રજની પટેલે (પૂર્વ ભારતીય વડાપ્રધાન) ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું જ્યારે અહેમદ પટેલે સોનિયા ગાંધી સાથે કામ કર્યું હતું.
અમારો પરિવાર એકબીજાને ત્રણ પેઢીથી ઓળખે છે. હું અહેમદ કાકાની નજીક હતી અને અમારા કોમન મિત્રો પણ છે. તેણે ઉમેર્યું હતું કે, ‘હું જાણું છું કે, ઘણા સેલેબ્સ મોડેથી લગ્ન કરી રહ્યા છે પરંતુ મારો કોઈ પ્લા નથી. હું સિંગલ રહીને ખુશ છું અને મારી ઈચ્છા પ્રમાણે કામ કરું છું. મને લાગે છે કે રિલેશનશિપમાં રહેવું તે ભાવનાત્મક રીતે ખૂબ જ ખરાબ છે. આ સમયે મારી પાસે તેના માટે સમય નથી.SSS