પિરામિડ સિલિકા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવેલા પ્રદુષિત પાણીના GPCB દ્વારા નમૂના લેવાયા
ભરૂચ : ઝઘડિયા સેવાસદન સામે આવેલ પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડિયાની (Polluted water released by Pyramid Silika Industries, Jhagadia) ખાડીમાં સિલિકા યુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવતા આખી ખાડીનું પાણી બે થી ત્રણ કિમિ સુધી પ્રદુષિત થયું હતું. સ્થાનિકોને જીપીસીબીને ફરિયાદ બાદ ખાડીના પાણીના નમૂના લેવાયા છે.સિલિકા પ્લાન્ટના સંચાલક દ્વારા ખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા ખાડીમાં કપડાં ધોતા ગ્રામજનો તથા રોજિંદા ખાડીમાં પાણી પીતા ઢોળોને મુશ્કેલી પડી રહી છે.
છેલ્લા કેટલા સમય થી ઝઘડિયા સેવાસદન સામે આવેલા પિરામિડ સિલિકા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેરમાં સિલિકા સેન્ડ યુક્ત પ્રદુષિત પાણી ગેરકાયદેસર રીતે જાહેરમાં છોડવામાં આવી રહ્યું હતું.પ્લાન્ટ સંચાલક દ્વારા છોડવામાં આવતું પ્રદુષિત પાણી એટલી માત્રામાં હતુંકે તે બાજુમાં વહેતી ઝઘડિયાની ખાડીમાં ભળી ગયું હતું.
આ પ્રદુષિત પાણી એટલી મોટી માત્રામાં રોજીંદુ છોડવામાં આવતું કે ખાડી વાટે તે પાણી બે થી ત્રણ કિમિ સુધી નર્મદા તરફ વહી ગયું છે.હાલમાં પણ આ પ્રદુષિત પાણી ખાડી માંથી વહી રહ્યું છે.પ્રદુષિત પાણી સેવાસદનથી શાંતિનગર થઈ રેલવે ગરનાળા માંથી નર્મદા તરફ વહી ગયું છે.સ્થાનિકો આ ખાડીના પાણીથી કપડાં ધોતા હતા અને પશુઓ પણ ખાડીમાં પાણી પીતા હતા.જ્યાર થી પ્રદુષિત પાણી ખાડીના પાણી સાથે ભાળ્યું છે ત્યારથી કપડાં ધોવાનું અને ઢોળોને પાણી પીવાનું બંધ થતા મુશ્કેલી ઉભી થઈ છે.
ઝઘડિયાના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીમાં જાણ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા તાત્કાલિક પિરામિડ સિલિકા ઈન્ડસ્ટ્રીઝ માં તપાસ હાથ ધરી હતી અને છોડવામાં આવી રહેલા પાણીના નમૂના લેવાયા હતા.સિલિકા પ્લાન્ટ સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે જાહેરમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા તેની સામે દંડનાત્મક કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે.
આ બાબતે જીપીસીબીના આર.બી.ત્રિવેદી સાથે ટેલિફોનિક વાતમાં તેમને જણાવ્યું હતું કે પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેરકાયદેસર રીતે પાણી છોડવામાં આવી રહ્યુ હતુ.આ બાબતની ફરિયાદ મળતા પ્રદુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા છે. પ્લાન્ટ સંચાલક દ્વારા આ સિવાય કોઈ પણ પ્રકારની પરવાનગી પ્લાન્ટ ચલાવવા માટે લેવામાં આવી નથી જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.