ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગેરકાયદેસર થતી વટાળપ્રવૃત્તિ વિરુદ્ધ આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) પોશીના તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તી મિશનરીઓ દ્રારા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૮ નું ઉલ્લંઘન કરી સ્થાનીક ગરીબ અને ભોળા આદિવાસી લોકોને તેમની મજબૂરી નો ફાયદો ઉઠાવી હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કરાવવાના
ચાલી રહેલા પ્રયત્નોને રોકવા માટે ધર્મ જાગરણ સમન્વય સમિતિ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ,જનજાતિ કલ્યાણ સમિતિ(વિ.હિ.પ.) સમગ્ર હિન્દુ આદિવાસી સમિતિ પોશીના તાલુકા તથા બજરંગ દળ દ્વારા બુધવારે પોશીના મામલતદારશ્રીને અભિનંદન આપવામાં આવ્યું હતું.
પોશીના તાલુકામાં ખ્રિસ્તી ધર્મીઓ રહેતા ન હોવા છતાં આ વિસ્તારના ભોળા આદિવાસીઓને વટલાવવા પાદરીઓ તથા ફાધરો ફરી પ્રાર્થના સભાઓ કરી રહ્યા છે અને શાંત વાતાવરણ બગાડી રહ્યા છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિજયસિંહ ઝાલા(જીલ્લા ધર્મ જાગરણ સંયોજક), (મણીબેન સોલંકી ( પૂ.સરપંચ ખેડવા), લૂકેશભાઈ સોલંકી, મનુભાઈ મકવાણા, સોમજીભાઈ ખેર રૂમાલ ધ્રાગી, દિનેશભાઈ ગમાર, વેલજીભાઈ ખેર, પોપટ મહારાજ, ઇશ્વરભાઇ સોલંકી તથા સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.