બાયડમાં ગટર ઉભરાતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) બાયડ, બાયડ ની યોગેશ્વર સોસાયટી માં છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાથી ગંદકીનું સામ્રાજય જાેવા મળ્યું છે સોસાયટીના પ્રવેશ દ્વારમાં જ ઠેરઠેર પાણી ભરાતા વૃદ્ધો અને બાળકોને ચાલવામાં મુશ્કેલી પડે છે
ત્યારે પાલિકા દ્વારા ઝડપથી કામગીરી કરી ગટર લીકેજ ની સમસ્યા દૂર કરવા સોસાયટી ના રહીશોની માંગ પ્રબળ બની છે સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે બાયડ ભાજપ શાસિત ચાલતી નગરપાલિકા વોર્ડ નંબર ૧ મા આવેલી યોગેશ્વર સોસાયટી છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન બન્યા છે
અને દુર્ગંધ મારતા અને ઉભરાતી ગટરના ગંદા પાણી ને લઈ વિસ્તારમાં ઠેર ઠેર મચ્છર જન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરીયા થવાની દહેશત ફેલાઈ રહી છે ત્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ને ટેલિફોનિક વાત કરતા એજન્સીના માથે ઠીકરું ફોડતા જાેવા મળ્યા હતા
અને કહેવામાં આવ્યું હતું કે દસ દિવસમાં નિકાલ કરવામાં આવશે તેમજ નગરપાલિકામાં અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ આંખ આડા કાન કરતા સોસાયટીના રહીશો પરેશાનીમાં મુકાયા છે જ્યારે યોગેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પાવન ફ્લેટ ના માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે જ્યારે સોસાયટીના વૃદ્ધો બાળકો તેમજ સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીમાં થઇને જવા માટે મજબૂર થયા છે અને દુર્ગંધ મારતી ઉભરાતી ગટરના પાણીથી તોબા પોકારી ઉઠયા છે.*