Western Times News

Gujarati News

બાયડની એન .એચ .શાહ હાઇસ્કુલ ખાતે બાળકોને રસીકરણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) બાયડ, બાયડ ની શ્રી એન એચ શાહ હાઇસ્કુલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો ને રસીકરણ કરવામાં આવ્યું જેમાં સવારથી સાંજ સુધી મા કુલ ૪૪૦ બાળકો નું રસીકરણ કરવામાં આવેલ હતું બાયડ ખાતે ડૉ. જૈમીનાબેન પટેલ તથા આરોગ્ય ખાતાનો સ્ટાફ હાજર હતો.

અરવલ્લી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જીલ્લાના ૬૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને ૬૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા શૈક્ષણિક સંકુલોમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે

કોરોનાની રસીને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફરજીયાત પણ સંમતિ પત્રક આપવું ફરજીયાત છે વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં રજીસ્ટ્રેશન રૂમ, વેક્સિનેશન રૂમ અને ઓબ્જર્વેશન રૂમ ઉભા કરવામાં આવ્યા છે

રાજ્યમાં કોરોના રસીકરણમાં યુવાનો અને વૃદ્ધ લોકોને આવરી લીધા બાદ હવે બાળકોને કોરોનાની વેકસીનના આવરી લેવાનો સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. જેને લઈ અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતા ૬૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સોમવારથી કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

.જેમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમોમાં ૬૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે જીલ્લા આરોગ્ય તંત્ર એક સપ્તાહમાં શાળામા અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.