કેબલ બ્રિજ ઉપર હથિયારો સાથે સ્ટંટબાજી કરતા ૪ ને પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ, ભરૂચમાં ૪ યુવાનોએ સોશ્યલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારોના નગ્ન નાચ સાથે સ્ટંટ કરતો બનાવેલા વીડિયોમાં પોલીસે ધરપકડ કરતા જ ચારેયની ભાઈગીરી નીકળી ગઈ હતી.પોલીસ સામે બે હાથ જાેડી સાહેબ ભૂલ થઈ ગઈ હોવાનું ચારેય એ રડમસ ચહેરે આજીજીઓ કરી હતી.
સુરતની જેમ સ્ટંટ કરવો ભરૂચના ૪ યુવાનોને ભારે પડી ગયો છે.બે બાઈક ઉપર હથિયારો સાથે પુરઝડપે બનાવેલો જાેખમી સ્ટંટના વીડિયો વાયરલ થતા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ઉપરથી આ ચારેય યુવાનોને ઝબ્બે કરવા મેસેજ આવ્યો હતો.
ભરૂચ તાલુકા પોલીસે વાયરલ જાેખમી વિડીયોની તપાસ કરતા આ ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ના કેબલ બ્રિજનો નહિ
પરંતુ કુકરવાડા પાસેટ પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વે ના પ્રતિબંધિત ૮ લેન કેબલબ્રિજનો હતો. ત્યાં ના કર્મચારીઓને વિડીયો બતાવી પોલીસે તપાસ કરતા બે બાઈક ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જાેખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનાર આ ૪ યુવાનો અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નિકળા હતા.
જેના આધારે ભરૂચ તાલુકા પોલીસે ભરૂચના સિતપોણના અસ્ફાક યાકુબ માલા,કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી,મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઈર્ષાદ જુસબ સિંધીની ધરપકડ કરી લીધી હતી.પોલીસે ચારેય સિકિયોરિટીના જવાનોને જાેખમી સ્ટંટ કરતા લોકઅપ ભેગા કરતા જ તેમની ભાઈગીરી નીકળી ગઈ હતી
અને ચારેય યુવાનો પોલીસને બે હાથ જાેડી સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દો ની કાકલૂદી કરવા માંડ્યા હતા. પોલીસે ચારેયને ૨ બાઈક,ધારીયા,ફરસી,મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન,લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ,મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રીતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પુરઝડપે સ્ટંટ તેમજ સોશ્યલ મીડિયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જાેખમમાં નાખી શકે તે સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.*