બાઇક ખાડામાં ઘૂસી જતાં વ્યક્તિનો માંડ માંડ જીવ બચ્યો

ભુજ, શહેરમાં ખુલ્લી ગટરો જાેખમી બની છે. સ્ટેશન રોડ પર બેસી ગયેલી ગટરના ખાડામાં ૪ વ્યક્તિ ખાબકી છે. બાઈક ખાડામાં ઘુસી જતાં માંડ માંડ જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઇ છે. જે જાેતા જ આપણાં રૂંવાડા ઉભા થઇ જાય છે. ભુજના જાહેર રસ્તા પર નીકળતાં પહેલા સાવધાન થઇ જજાે.
ભૂજમાં ખુલ્લી ગટરો જાેખમી બની રહી છે. સ્ટેશન રોડ પર બેસી ગયેલા ગટરના ખાડામાં ૪ વ્યક્તિ ખાબકી છે. બાઇક ખાડામાં ઘુસી જતા માંડ માંડ જીવ બચ્યો છે. સમગ્ર ઘટનાઓ સીસીટીવી કેમેરામા કેદ થઈ છે. દિવસભર ગટરના પાણી ભરેલા માર્ગના કારણે અકસ્માત સર્જાતા રહે છે.
જાેકે, રસ્તો બંધ કર્યો હોવા છતાં પણ લોકો એ રસ્તામાં જઈ રહ્યા છે જેના કારણે અકસ્માતો થાય છે. તો આમાં ભૂલ કોની છે તે પણ પ્રશ્ન થાય છે. તંત્રએ રસ્તો બંધ કર્યો પરંતુ તો પણ લોકો એ જ રસ્તા પર જઇ રહ્યા છે. તે બીજૂ બાજુ તંત્ર ગોળકગાયની ગતીથી કામ કરી રહી છે. તમે પણ આ વીડિયો જાેઇલો, જેમાં એક વ્યક્તિ બાઇક સાથે ખાડામાં પડે છે અને માંડ માંડ જીવ બચાવે છે. આ ખુલ્લી ગટર પર પાણી ભરાયેલું હોવાને કારણે લોકોને તે દેખાતું નથી.
જેના કારણે અનેક અકસ્માત સર્જાતા રહે છે. થોડા સમય પહેલા ભરૂચના પણ આવા વીડિયો સામે આવ્યા હતા. ભરૂચના ફૂરજા ગાંધી બજાર વિસ્તારમાં વરસાદના પાણી ભરાઇ જતા ગટર ખોલી દેવાઇ હતી. પરંતુ તેની આસપાસ કોઇ પણ પ્રકારનું ચેતવણીનું બોર્ડ ન હતું મારવામાં આવ્યું.
જેને લઇ ત્યાંથી પસાર થતી બાળકી અને વૃદ્ધ ગટરમાં પડી ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ગટર ખુલ્લી છે તો ચેતવણી બોર્ડ કેમ નથી? લોકોના જીવ સાથે ક્યાં સુધી રમત રમશે તંત્ર? બાળકી અને વૃદ્ધને કંઇ થયું હોત તો? શું બેદરકારી કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે? શું ભરૂચ તંત્રને આવી ઘટના સામાન્ય લાગે છે? જાે કોઇ નેતાની ગાડી ફસાઇ ગઇ હોત તો શું કરતું તંત્ર?SSS