દિલ્હીના રસ્તાઓ પર એક વર્ષ સુધી ખેડૂતો ઝઝૂમી રહ્યા પણ વડાપ્રધાનને ૧૫ મીનિટ રાહ જાેવી પડી તો તકલીફ થઈ ગઈ
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુએ ફિરોઝપુર જતી વખતે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કટાક્ષ કરતા કહ્યું છે કે, દિલ્હીની સરહદો પર ખેડૂતો એક વર્ષથી પણ વધારે સમય સુધી બેસી રહ્યા પણ પ્રધાનમંત્રી મોદીને ૧૫ મીનિટ રાહ જાેવી પડી તો, તેમને તકલીફ થઈ ગઈ. સિદ્ધુએ પૂછૂયું કે, આવા બેવડા માપદંડો શા માટે ?
દાના મંડી બરનાલામાં એક જાહેરસભાને સંબોધન કરતા સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે, મોદીજી આપે ખેડૂતોને ડબલ ઈન્કમનું વચન આપ્યું હતું, પણ આપે તો તેમની પાસેથી એ પણ છીનવી લીધું જે તેમની પાસે પહેલાથી હતું.
સુરક્ષામાં ચૂક થઈ હોવાની વાતનો હવાલો આપતા મોદી પંજાબમાં બુધવારે રોડ માર્ગે જતી વખતે ફલાઈઓવર પર ૧૫થી ૨૦ મીનિટ સુધી ફસાઈ રહ્યા હતા. જ્યારે અમુક પ્રદર્શકારીઓએ રસ્તો રોકી દીધો હતો. તેને લઈને પ્રધાનમંત્રી શહીદ સ્મારકના એક કાર્યક્રમાં શામેલ થયા વિના જ એરપોર્ટ પાછા ફર્યા હતા. ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે પંજાબ સરકારને આ ચૂક માટે જવાબદાર ઠેરવી છે. તેમને આકરી એક્શન લેવા કહ્યું છે. પ્રધાનમંત્રી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીમાં શામેલ થઈ શક્યા નહોતા.
તો વળી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી મોદીના રાજ્યના પ્રવાસની વચ્ચેથી પાછા ફરવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. પણ સુરક્ષામાં કોઈ ચૂક નથી થઈ તેવું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આખીયે ઘટાનાની તપાસ કરવામાં આવશે.
જાે કે તેમણે સુરક્ષામાં ચૂકની વાતથી ઈન્કાર કરી દીધો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, બઠીંડાથી ફિરોઝપુર જવાની પ્રધાનમંત્રીની યોજનામાં અચાનક ફેરફાર થયો તે બધું કેન્દ્રીય એજન્સીઓના હાથમાં હતું.HS