ભાજપનાં નેતા ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા
અમદાવાદ, રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, જેમા હવે રાજ્યનાં નેતા પણ ઝપટમાં આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. જી હા, ભાજપનાં નેતા ઋત્વિજ પટેલ કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવેલા સંત સંમેલનનાં કાર્યક્રમમાં વધુ એક નેતા પોઝિટિવ આવ્યા છે. ડૉ. ઋત્વિજ પટેલ ટ્વીટ કરીને માહિતી આપી કે, તેઓ કોરોના પોઝિટિવ થયા છે. અગાઉ આ કાર્યક્રમમાં ભાજપનાં બે નેતા તેમજ ચાર જેટલા સંતો પોઝિટિવ આવ્યા હતા.
ત્યારે આજે વધુ એક નેતા પોઝિટિવ થયા છે. જેમણે તેમની આસપાસ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો રિપોર્ટ કરાવવાની પણ સૂચના આપી હતી. એક તરફ વધતા કેસને લઈને વાઇબ્રન્ટ સમિટ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે, ત્યારે ભાજપ નેતા ઋત્વિજ પટેલને કોરોના થતાં સરકારનાં તંત્રમાં મોટી ચિંતા જાેવા મળી રહી છે.
ત્યારે સવાલ એ થયો છે કે શું માત્ર જનતા માટે જ એસઓપીનું પાલન કરવું ફરજીયાત બને છે. શા માટે નેતા તેમજ કોઈપણ રાજકીય લોકોને આ ર્નિણય લાગુ નથી પડતા. હવે સવાલ એ છે કે એક બાદ એક ફરીથી સંત સંમેલનમાં ભેગા થયેલા લોકો પોઝિટિવ આવ્યા છે, ત્યારે હવે આવનારા સમયમાં કેટલા લોકો પોઝિટિવ આવે છે અને કેટલું સંક્રમણ ફેલાવે છે તે જાેવું રહ્યું.HS