નીતિશ-તેજસ્વી ભેગા મળી સરકાર બનાવે તેવા સંકેત
પટના, જાતિ આધારીત વસતી ગણતરી કરવાના મુદ્દે બિહારમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના નેતા અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે એવુ નિવેદન આપ્યુ છે જેના પગલે બિહારમાં ફરી અટકળો શરુ થઈ છે કે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ ફરી ભેગા થઈને સરકાર બનાવી શકે છે.
જગદાનંદ સિંહે કહ્યુ હતુ કે, જાતિ આધારિત વસતી ણતરીના મુદ્દા પર તેજસ્વી યાદવ બધુ ભુલીને નીતિશ કુમાર સાથે સરકાર બનાવાવ તૈયાર છે.જેડીયુ જાે જાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરી રહેલા ભાજપના નેતાઓને હટાવી દે અને એ પછી સરકાર પર સંકટ આવશે તો અમે નીતિશ કુમારને બધુ ભુલીને સાથ આપવા માટે તૈયાર છે.
જ્યારે આરજેડીના પ્રવક્તાએ પણ એ પછી કહ્યુ હતુ કે, એક સપ્તાહ બાદ બિહારમાં ફરી રાજકીય ભૂકંપ સર્જાશે.આરજેડી અને જેડીયુ ફરી સરકાર બનાવે તો આશ્ચર્યની વાત નહીં હોય.
જેડીયુ નેતાએ આરજેડીના નિવેદન પર આભાર વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, હું પણ આ વાતનુ સમર્થન કરુ છું .જે લોકો જાતિ આધારિત વસતી ગણતરીનો સાથ નહીં આપે તેમને લોકો સબક શીખવાડશે.આ મુદ્દા પર જેડીયુ ક્યારેય સમાધાન નહીં કરે.અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માટે મક્કમ છે.SSS