ગાડીની બ્રેક ફેલ થતાં અકસ્માત : ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર માં ઘુસી
ભરૂચ : ભરૂચ ના મકતમપુર રોડ તરફ જતા કસક વિસ્તાર માં તુફાન ગાડી ની બ્રેક ફેલ થતા ચાલકનો સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવતા તુફાન ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડી નું આગળ નું ટાયર છૂટું થઈ જવા પામ્યું હતું તો ગાડી અન્ય ગાડી સાથે અથડાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.તો બનાવ માં કોઈ જાનહાની સર્જાવા પામી ન હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના મક્તમપુર રોડ થી કસક તરફ આવી રહેલ તુફાન ગાડી નંબર જીજે 16 એયુ 7877 ની અચાનક બ્રેક ફેલ થઈ જતા ચાલક નો સ્ટેયરીંગ પર નો કાબુ ગુમાવી દેતા તુફાન ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ડિવાઈડર પર ચઢી જતા સામે થી આવતી અન્ય ગાડી અને ડિવાઈડર ની ગ્રીલ નું કચ્ચરઘાણ થઈ જવા પામ્યું હતું
તો અકસ્માર સર્જનાર તુફાન ગાડી નું આગળ નું ટાયર પણ છૂટું થઈ જવા પામ્યું હતું.જો કે અકસ્માત માં સદ્દનસીબે અન્ય કર માં સવાર લોકો નો આબાદ બચાવ થવા પામ્યો હતો.તો બીજી તરફ અકસ્માત ના પગલે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા.