યુવકે ડોગનો પાર્ટી પ્લોટમાં આલિશાન બર્થ-ડે ઉજવ્યો
અમદાવાદ, માણસ કંટાળો દૂર કરવા કામ કરતો હોય છે? ના. કંટાળો દૂર કરવા માટે મોજશોખની પ્રવૃત્તિઓ થતી હોય છે. તમે બર્થ ડે સેલિબ્રેશનના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય કૂતરાના જન્મ દિવસની ઉજવણી વિશે સાંભળ્યું છે? જવાબ હશે હા પણ તમને કોઈ કહે કે ડોગ બર્થ ડે સેલિબ્રેશનમાં સાત લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો ચોક્કસ સાંભળીને આંચકો લાગશે. અમદાવાદમાં હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
એટલું જ નહીં શ્વાનની જન્મ દિવસની પાર્ટીમાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને પણ ગરબા માટે બોલાવાઈ હતી. પરંતુ હાલ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે એપેડમિક એક્ટ અને રાજ્યમાં કોરોનાના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ નિકોલ વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટમાં એક પાલતું ડોગનો બર્થ ડે ઉજવાયો હતો.
જાણવા મળી રહ્યું છે કે મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ બર્થ ડે પાર્ટીમાં માલિક દ્વારા સાત લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પરંતુ આ હાઈપ્રોફાઈલ ડોગ બર્થ ડે પાર્ટી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. જેના કારણે આયોજક વિરુદ્ધ નિકોલ પોલીસ ગુનો નોંધશે.
જાણવા મળી રહ્યું છે કે આયોજક વિરુદ્ધ એપેડમિક એક્ટ અને જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થશે. મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ માં ડોગ બર્થ ડેના સેલિબ્રેશનમાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને પણ ગરબા માટે બોલાવાઈ હતી.SSS