છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૪૧ લાખથી વધુ કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૪૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે ૧,૧૭,૧૦૦ નવા કેસ નોંધાયા હતા. જેને જાેતા ૨૨ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. ૨૮ ડિસેમ્બરે કોરોનાના ૬,૩૫૮ કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૪૧,૯૮૬ કેસ નોંધાયા છે. એક દિવસમાં ૪૦,૮૯૫ દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ૩,૪૪,૧૨,૭૪૦ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
હાલ દેશમાં ૪,૭૨,૧૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી ૨૮૫ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૮૩,૧૭૮ પર પહોંચ્યો છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ ૯.૨૮% થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૦.૦૬ કરોડ ડોઝ અપાયા છે.
કોરોનાથી એક દિવસમાં ૪૦,૮૯૫ દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ૩,૪૪,૧૨,૭૪૦ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.
હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૩૦ થયો છે. જે સ્પીડથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા ૩૦૭૧ થઈ છે. શુક્રવારે આ આંકડો ૩૦૦૭ હતો. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૪ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૨૦૩ દર્દીઓ સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૮૭૬ દર્દીઓ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં ઓમિક્રોનના ૫૧૩ દર્દીઓ નોંધાયા છે.SSS