Western Times News

Gujarati News

ગૃહ મંત્રાલયની તપાસથી પંજાબના અધિકારીઓમાં હડકંપ

નવી દિલ્હી, ગૃહ મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારી અંગે થઈ રહેલી તપાસ પર પંજાબ પોલીસના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત અધિકારી એકબીજાને બેદરકારી માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. શુક્રવારે જ ગૃહ મંત્રાલયે પંજાબના ભટિંડાના એસએસપીને શોકોઝ નોટિસ પાઠવીને એક દિવસમાં તેમના પર લાગેલા બેદરકારીના આરોપો પર જવાબ માંગ્યો હતો.

નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે ત્રણ દિવસની ઉચ્ચસ્તરીએ ટીમ પંજાબ પોલીસના અનેક અન્ય મોટા અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવવાની તૈયારીમાં છે. અત્રે જણાવવાનું કે ૫ જાન્યુઆરીના રોજ પંજાબના ફિરોઝપુરમાં એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો ૧૫-૨૦ મિનિટ સુધી અટવાયેલો રહ્યો હતો.

ત્યારબાદ પંજાબ પોલીસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક કરવાના આરોપ લાગ્યા. જાે કે પંજાબ પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ અચાનક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે વધુ ફોર્સ તૈનાત કરાઈ હતી. પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકના મામલે ગઈ કાલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલો ઇટ્ઠિીજં ર્ંક ્‌રી ઇટ્ઠિી છે. ફરીથી આવી હરકત થવી જાેઈએ નહીં.

પીએમ મોદીનો કાફલો અટવાયો તે ખોટું હતું. પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને અમે ગંભીર છીએ. ગૃહ મંત્રાલયની ટીમ શુક્રવારે તપાસ માટે ફિરોઝપુરમાં પીએમ મોદીનો કાફલો જે ફ્લાયઓવર પર ૧૫થી ૨૦ મિનિટ સુધી અટવાયેલો રહ્યો હતો ત્યાં પહોંચી હતી. ગૃહ મંત્રાલયની ટીમે સીન પણ રિક્રિએટ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.