Western Times News

Gujarati News

દિલ્હી-એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો

નવીદિલ્હી, દિલ્હી-એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે ૯ જાન્યુઆરી સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.

શનિવારે રાત્રે, હવામાન વિભાગે ટ્‌વીટ કર્યું કે, સમગ્ર દિલ્હી અને એનસીઆર અને આસપાસનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વિસ્તારોમાં તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. મળી રહેલી માહિતી અનુસાર, હજુ પણ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ ઘટાડો થયો છે. હવામાન વિભાગે ૯ જાન્યુઆરી સુધી વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. આગામી કેટલાક કલાકો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે ટ્‌વીટ કરીને કહ્યું, ‘સમગ્ર દિલ્હી અને દિલ્હી એનસીઆર (ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લબગઢ) કરનાલ, પાણીપત, ગણૌર, સોનીપત, ખરખોડા, ઝજ્જર, સોહના, પલવલ, નૂહ (હરિયાણા), બરૌત, બાગપત (યુપી) અને તિજારા (રાજસ્થાન) અને આસપાસનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે તીવ્રતા સાથે વરસાદ પડશે.

દિલ્હીનાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. વળી, બેઘર લોકો વરસાદથી બચવા રાત્રિનાં આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે.

વિભાગનાં જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૭ થી ૯ જાન્યુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ થશે. જીછહ્લછઇ અનુસાર, દિલ્હીનાં હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થયો છે. રાજધાનીની હવા ૧૩૨ નાં છઊૈં સાથે ‘ખરાબ’ કેટેગરીમાંથી ‘મધ્યમ’ શ્રેણીમાં આવી ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.