ફેબ્રુઆરીમાં પીક પર હશે ત્રીજી લહેર,રોજના ૮ લાખ દર્દી આવી શકે
નવીદિલ્હી, ગણિતીય મોર્ડલના આધાર પર કાનપુર આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો.મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે આ દરમિયાન મુંબઈમાં રોજના ૩૦થી ૬૦ હજાર અને દિલ્હીમાં પીક દરમિયાન ૩૫થી ૭૦ હજાર કેસ આવશે. આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મણીન્દ્ર અગ્રવાલે આ દાવો કર્યો છે.
ડો. અગ્રવાલે અધ્યયનના આધાર પર કહ્યું કેસ વધવા પર સ્થાનીય સ્તર પર હોસ્પિટલોમાં બેડની અછત પણ ઉભી થઈ શકે છે. પીક સમયે દેશમાં સંક્રમિત થનારાની સરખામણીએ દોઢ લાખની જરુર પડી શકે છે. આની પહેલા પ્રો. અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યું કે પીક દરમિયાન રોજના દેશમાં ૨ લાખ સુધી કેસ આવી શકે છે.
આના પર તેમણે કહ્યું કે પહેલા દક્ષિણ આફ્રિકામાં આવી રહેલા કેસના આધાર પર ભારતમાં સંક્રમણ ફેલાવાની સ્પીડનું આકલન કર્યુ. પણ જ્યારે દેશમાં સંક્રમણ ફેલાવાની શરુઆત થઈ તો મોર્ડલમાં આંકડા બદલાયી ગયા છે. હવે સામે એવું આવ્યું છે કે દેશમાં સંક્રમણ ફેલાવાની સ્પીડ દક્ષિણ આફ્રીકાની સરખામણીએ અનેક ગણી વધારે રહેશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધી તમામે સતર્ક રહેવાની જરુર છે.
પ્રો. અગ્રવાલના જણાવ્યાનુસાર દિલ્હી અને મુંબઈમાં પીક જાન્યુઆરીએ ત્રીજા અઠવાડિયામાં આવી શકે છે. આ દરમિયાન મુંબઈમાં વધારે કેસ દિલ્હીમાં મળી શકે છે. મુંબઈમાં કેસોની સરખામણીએ ૧૦ હજાર બેડ, દિલ્હીમાં કેસોની સરખામણીએ ૧૨ હજાર બેડની જરુર પડી શકે છે.HS