શાહી પરિવારની પુત્રી સાગરિકા ઘાટગે ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Jahirkhan.jpg)
મુંબઈ, શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી સાગરિકા ઘાટગે ૮ જાન્યુઆરીએ તેનો જન્મદિવસ ઉજવ્યો છે. સાગરિકા નેશનલ લેવલની હોકી પ્લેયર પણ રહી ચુકી છે. વર્ષ ૨૦૧૭માં તેણે ભારતીય ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા. સાગરિકાના જન્મદિવસે તમને તેની સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.
ઘણા લોકો નથી જાણતા કે સાગરિકા રાજવી પરિવારની છે. તેમની દાદી સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની પુત્રી હતી. સાગરિકાના પિતા વિજયેન્દ્ર ઘાટગે એક અભિનેતા હતા. જ્યારે સાગરિકા ભણતી હતી ત્યારે તેને એડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી હતી.
સાગરિકાની ડેબ્યૂ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ હતી. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેને લાયન્સ ગોલ્ડ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સાગરિકાએ હિન્દીની સાથે પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું.
સાગરિકા અને ઝહીર ખાનના સંબંધો ત્યારે સામે આવ્યા જ્યારે બંને એકસાથે યુવરાજ સિંહ અને હેઝલ કીલના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં સાગરિકાએ કહ્યું હતું કે, ‘મારી અને ઝહીરની મુલાકાત અમારા મિત્ર ઋત્વિક દ્વારા થઈ હતી.
હું જ્યારે પણ ઋત્વિકને મળતી ત્યારે તે કહેતો હતો કે ઝહીર સારો છોકરો છે.સાગરિકાએ ૨૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ઝહીર ખાન સાથે સગાઈ કરી હતી. આ જ વર્ષે નવેમ્બર મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. સાગરિકા અને ઝહીર સ્વભાવે ખૂબ જ નમ્ર છે, તેથી બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે.HS