કોલકાતામાં ગંગાસાગર મેળામાં સામેલ ચાર સાધુઓ સંક્રમિત મળી આવ્યા
કોલકાતા, હાઈકોર્ટે કોલકાતામાં ગંગા સાગર મેળાને શરતો સાથે મંજુરી આપી હતી ત્યાં જ આજથી શરુ થયેલા ગંગા સાગર મેળામાં ટેસ્ટીંગ દરમિયાન ચાર સાધુ કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા.
જેના કારણે આ મેળાને લઈને નવો ખતરો પેદા થયો છે કે આ મેળામાં લાખો લોકો ભાગ લેવાના છે ત્યારે શું થશે.બીજી બાજુ આશ્ર્ચર્યની વાત એ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ગંગાસાગર મેળાના આયોજનને લઈને મકકમ રહી હતી, જયારે બીજી બાજુ કોરોના કાળમાં ડોકટરોની કમીને લઈને ફરિયાદ પણ કરતી હતી.
મમતાએ કહ્યું હતું કે એક બાજુ કોરોના આવી રહ્યો છે ત્યારે એક હોસ્પીટલમાં ૭૫ ડોકટરોને થઈ ગયો છે. આ સંજાેગોમાં આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ. કોલકાતા હાઈકોર્ટમાં ગંગાસાગર મેળા પર રોક લગાવવા અરજી કરાઈ હતી પણ તે પહેલા મમતા સરકારે અદાલતમાં સોગંદનામુ દાખલ કરી દીધું હતું કે અને કહ્યું હતું કે ટેસ્ટીંગથી લઈને વેકસીનેશન સુધી મેળામાં બધી વ્યવસ્થા થશે.
કોરોના નહીં ફેલાવવા દઈએ. ત્યારબાદ કોર્ટે શરતો સાથે ગંગાસાગર મેળાની છૂટ આપી હતી. ઉલ્લેખનીય છે કે બીજી લહેર દરમિયાન હરિદ્વાર મહાકુંભમાં કોરોના ફેલાયો હતો પણ લાગે છે કે પ.બંગાળ સરકારે તેમાંથી કોઈ શીખ નથી લીધી.HS