રશિયા દ્વારા ચીનના દુશ્મન દેશોને હથિયારોનું વેચાણ
મોસ્કો, એશિયાના દેશોમાં અમેરિકા કરતાં રશિયા દ્વારા વધારે હથિયારો વેચવામાં આવી રહ્યા છે. દુશ્મન દેશ અમેરિકાને કારણે રશિયા અને ચીન વચ્ચે સંબંધો સારા હોવાનું ચર્ચાઈ છે. પણ રશિયા ચીન પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકતું નથી.
રશિયા દ્વારા ચીનના દુશ્મન દેશો કે જેમ કે ભારત, વિયેટનામ અને ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં ભારે માત્રામાં હથિયારોનું વેચાણ કરવામાં આવે છે. એટલું જ નહીં ચીનને પણ હથિયારોની ટેકનિક આપી રહ્યું છે. તેવામાં આખરે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો કેવા છે તે અંગે જાણીએ.
રશિયાએ ચીનને એસ ૪૦૦ મિસાઈલ, ડિફેન્સ સિસ્ટમ, પરમાણુ પનડુબ્બી અને ફાઈટર જેટની ટેક્નોલોજી આપી છે. થોડા દિવસો પહેલાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ચીનના ભારોભાર વખાણ કરતાં શી જિનપિંગની સાથે ખુબ જ ભરોસાપાત્ર અંગત સંબંધો છે તેમ જણાવ્યું હતું. અને ખુલાસો કર્યો હતો કે, રશિયા અને ચીન સાથે મળીને હાઈટેક હથિયાર બનાવી રહ્યા છે. સાથે જ અંતરિક્ષ અને એવિયેશન સેક્ટરમાં પણ સાથે કામ કરી રહ્યા છે.
ચીનની વિસ્તારવાદી નીતિથી સમગ્ર દુનિયા વાકેફ છે. ચીન પોતાના પાડોશી દેશોની જમીન હડપવા માટે કાવતરા કરતું હોય છે. આવી જ રીતે ચીન રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પર પોતાનો દાવો કરે છે.
આ ઉપરાત ચીન પૂર્વ ચીન સાગર અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં પણ કબ્જાે જમાવવા ષડયંત્ર રચી રહ્યું છે. જેને પગલે રશિયાને પોતાની સીમાને લઈને પણ ડર બેસી ગયો છે. અને આ જ કારણ છે કે ચીનને કાબૂમાં રાખવા તે ચીનના દુશ્મન દેશોને હથિયાર સપ્લાય કરે છે. તેમાં ભારત, વિયેતનામ, મ્યાન્માર, ઈન્ડોનેશિયા, મલેશિયા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન રશિયાના હથિયારોના સૌથી મોટા ખરીદદાર છે. એક્સપર્ટનું માનવું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો રશિયાના હથિયાર જ આમને-સામને હશે.
રશિયાએ હાલમાં જ ભારતને એસ ૪૦૦ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અનુસાર રશિયાએ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી ભારતને ૭.૫૩ બિલિયન અમેરિકન ડોલરના સૈન્ય ઉપકરણો ભારતને વેચ્યા છે. જેમાં પરમાણુ પનડુબ્બી, એરક્રાફ્ટ કેરિયર અને સુખોઈ જેવાં ફાઈટર જેટ સામેલ છે.
રશિયા અમેરિકા બાદ દુનિયાનું બીજું સૌથી મોટું હથિયાર વેચતો દેશ છે. વિયેતનામના વિદેશમાંથી ખરીદતા હથિયારોના ૮૪ ટકા હિસ્સો રશિયાથી આવે છે. દક્ષિમ પૂર્વ એશિયામાં તખ્તાપલટ બાદ ત્યાંની સૈન્ય સરકાર પર રશિયા પાસેથી હથિયાર ખરીદીને ચીન પરની પોતાની ર્નિભરતા ઓછી કરવા માગે છે.
રશિયાના હથિયારો અમેરિકા કરતાં સસ્તા અને ટકાઉ હોય છે. આ ઉપરાંત હથિયારોના બદલે વસ્તુઓની એક્સચેન્જને ચૂકવણી માટે રશિયાએ છૂટ આપી છે. એટલે કે હથિયારોના બદલે દેશ રશિયાને પોતાનો બીજાે સામાન વેચી શકે છે અને તેમને ડોલરમાં ચૂકવણી કરવી પડતી નથી.SSS