Western Times News

Gujarati News

પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઢોર માર મારીને સોળ પાડ્યા

ગાંધીનગર, રાજ્યમાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાની અનેક ઘટનાઓ વિવાદમાં આવી છે. ત્યારે અરવલ્લીના મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક સ્કૂલમાં પ્રિન્સિપાલની ક્રૂરતાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સ્કૂલના આચાર્યે વિદ્યાર્થીને માર મારીને સોળ પાડી દીધા છે.

બીજી બાજુ આ ઘટનામાં વિદ્યાર્થીની માતાએ સણસણતો આરોપ મૂકીને શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે.

મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-૧૧ માં એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુર ખાતે અભ્યાસ કરે છે. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ દ્વારા નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-૧૧ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્ય રોકાયા નહોતા અને મારવાનું ચાલુ રાખ્યું હતું.

વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના સોટા જાેવા મળ્યા હતા. ધોરણ-૧૧ માં અભ્યાસ કરતા મયુરકુમારના માતાએ આરોપ લગાવ્યો છે કે હું જ્યારે મારા ક્લાસ રૂમમાં બેઠો હતો. તે સમયે શાળાના અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતાં હતાં. તેઓને કશું કહ્યું નહોતું અને મને રૂમમાં બોલાવી લાકડી વડે ખૂબ માર્યો હતો.

તે વિગત મારી માતા શાળામાં આવીને આચાર્યને રજૂઆત કરી તો આચાર્ય દ્વારા એલ.સી. કાઢી આપવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. જે અંગે પીધેલી હાલતમાં માર મારતા એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુરના આચાર્ય બાબુભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.