ગામના લોકોને સસ્તા ભાવે ચીજવસ્તુઓ મળે તેવા આશય સાથે રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી કાર્યાલયનું ઉદ્ઘાટન

ઝઘડીયાની રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ધી રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ સોસાયટી રાણીપુરા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે.સોસાયટી દ્વારા ખેડૂતોને પાક ધીરાણ જંતુનાશક દવાઓ તેમજ સિઝનેબલ જીવન જરૂરિયાતની વસ્તુઓ સોસાયટીના કાર્યક્ષેત્રમાં આવતા ગામના લોકો તથા સોસાયટીના સભાસદોને વેપારી ભાવ કરતા સસ્તા ભાવે ચીજવસ્તુઓ મળે તેવા આશય સાથે કાર્યરત છે.
શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ના સંકુલમાં સોસાયટી ના નવા કાર્યાલયનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું.રાણીપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત મહિલા સરપંચ મીતાબેન વસાવાના હસ્તે સોસાયટીના કાર્યાલયનું વિધિવત પૂજા-અર્ચના કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોસાયટી ના પ્રમુખ જયશીલ પટેલ, ઉપ પ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ સેક્રેટરી જયેન્દ્રભાઈ પટેલ, માજી પ્રમુખ મનુભાઈ પટેલ, વ્યવસ્થાપક કમિટીની સભ્યો તથા રાણીપુરા ગામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો સોસાયટીના કમિટી સભ્યો ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સોસાયટીના ઉદઘાટન કાર્યક્રમ બાદ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીની એજન્ડા મુજબ ની મીટીંગ મળી હતી.વ્યવસ્થાપક કમિટીની મિટિંગમાં એજન્ડાના કામો ને બહાલ રાખી આવનારા દિવસોમાં સોસાયટી દ્વારા નવા આયોજન થનારો કામોની વિસ્તૃતમાં સમીક્ષા કરવામાં આવી હતી.*