ભારતના વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ભાજપ-કોંગ્રેસના રાજકારણનો નથી સુરક્ષાનો છે
‘કાચબા ને ધ્યાનથી જાેજાે એ પોતાની ડોક કોચલામાંથી બહાર કાઢ્યા પછી જ ચાલે છે’ બ્રુસ લેઈન
ભારતના વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ભાજપ-કોંગ્રેસના રાજકારણનો નથી સુરક્ષાનો છે અને તેમની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય અને રાજકીય એજન્સીઓની છે
ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટ શું તારણ કાઢશે એ ભવિષ્યની નીતિ નક્કી કરશે!!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે અને ડાબી બાજુ ની તસ્વીર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમનાની છે બીજી તસવીર જસ્ટીસ સૂર્યકાંત ની છે અને ત્રીજી તસવીર જસ્ટીસ હીમાબેન કોહલીની છે તેમની ખંડપીઠે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ની સુરક્ષાના મુદ્દે થયેલી ચૂકના સંદર્ભે સુનાવણી હાથ ધરી સુરક્ષા વ્યવસ્થા સંદર્ભ ના દસ્તાવેજાે સીલ કરવા આદેશ આપ્યો છે. ત્યારે ખરેખર વડાપ્રધાનની સુરક્ષાની ચૂક કેવી રીતે થઈ? શા માટે થઇ?
ખેડૂતોનો કાફલો દેખાવો કરી રહયો હતો તેના એક કિલોમીટર દૂરથી વડાપ્રધાન નો કાફલો બીજી તરફ વળી ગયો હોવાનું કહેવાય છે. ખેડૂતો જ નહીં! ભાજપના કાર્યકરો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ઘટના સ્થળ સુધી કઈ રીતે પહોંચ્યા? પંજાબમાં સરકારની નિષ્ફળતા સામે રાષ્ટ્રપતિ શાસનની માગણી કરાઈ રહી છે!
સુપ્રીમકોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ કહે છે કે ‘ભૂલ માટે રાજ્ય સરકાર અને પોલીસ જવાબદાર છે, માટે તેની તપાસ રાજ્ય સરકાર ના કરી શકે’! તો બીજી તરફ પંજાબ સરકાર ના એડવોકેટ જનરલ કહે છે કે ‘કેન્દ્ર સરકાર યેનકેન પ્રકારે અમને જવાબદાર ઠરાવવા જઈ રહી છે!
જ્યારે સુપ્રીમ કોર્ટ બંને પક્ષકારોને કોઈપણ જાતની તપાસ નહીં કરવા આદેશ આપ્યો છે! ત્યારે હવે સુપ્રીમકોર્ટનું શું તારણ કાઢે છે એ જાેવાનું રહે છે. પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે જ્યારે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિના રૂટ પરની પ્રથમ ચર્ચા થાય છે તેમાં રાજ્યના ગૃહસચિવ, પોલીસવડા, એસપીજી નક્કી કરે છે ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી લેવાય છે.
એક ઉચ્ચકક્ષા નો પ્રોટોકોલ નક્કી થાય છે બીજી તરફ ભારતના પૂર્વ ગૃહસચિવ ગોપાલ કૃષ્ણ પિલ્લાઇનું માનવું છે કે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની નહીં પણ ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને એસપીજી પણ જવાબદાર છે! ત્યારે હવે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના, જસ્ટીસ શ્રી સૂર્યકાંત,જસ્ટીસ હિમાબેન કોહલી ની બેન્ચ શું તારણ કાઢે છે એ જાેવાનું રહે છે.
બાકી પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ મુદ્દો ઉછળશે અત્રે એ નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને ગુપ્તચર એજન્સીએ પોતાના શીખ બોડીગાર્ડ બદલી નાખવાની સલાહ આપી હતી પરંતુ દેશમાં તેનાથી ખોટો સંદેશો જશે એવું માનીને શ્રીમતી ઈન્દિરા ગાંધીએ એ વાત નકારી પોતાનો જીવ જાેખમમાં નાખી દીધો હતો!! અને જ્યારે એ પોતાની જ સલામતી રક્ષકો થી વિધાયા ત્યારે કહ્યું હતું ‘યે ક્યા કર રહે હો’?! ત્યાર પછી રાજીવ ગાંધીની હત્યા થઈ!!
આ સંજાેગોમાં દરેક રાજકીય નેતાઓ ની સુરક્ષા ને પ્રાધાન્ય આપવું જાેઈએ પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સલામતીની ચૂકને હળવાશથી ન લેતા એ કોના દ્વારા થઈ એ ભારતની સુપ્રીમ કોર્ટ પર જ સોંપી દેવું જાેઈએ! તસવીરમાં ભાજપ ના કાર્યકરો ધ્વજ સાથે દેખાય છે
તજ સ્થળે એક બાજુ ખેડૂતોએ પણ દેખાવ કર્યા હતા આ મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે! બીજી તસ્વીર ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે ત્રીજી તસવીર પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની છે જ્યારે ચોથી તસવીર પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
એસપીજી એજન્સી અને રાજ્યના ગૃહ સચિવની બેઠક પછી રસ્તો નક્કી થાય છે ત્યારે આ ચુક કઈ રીતે થઈ? અને ખેડૂતો અને ભાજપના કાર્યકરો બંને દેખાવો કરવા ઘટનાસ્થળે કઈ રીતે પહોંચ્યા તે પણ અગત્યનું છે?!
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમની ઉદારતાને લઈને થઈ હતી?!
અમેરિકાના મહાન વૈજ્ઞાનિક બ્રુસ લેવીને સુંદર રીતે કહ્યું છે કે ‘‘કાચબાને ધ્યાનથી જાેજાે કે એ પોતાની કોચલામાંથી ગરદન બહાર કાઢે પછી જ આગળ ચાલે છે”!! અમેરિકાના ટીવી શોઝના વિખ્યાત સંચાલિકા અભિનેત્રી ઓપ્રહ વિન્ફ્રેએ પણ સરસ કહ્યું છે કે ‘‘તમે જેના થી ડરો છો તે શક્તિશાળી નથી તમારો ‘ડર’ શક્તિશાળી છે’!!
મહાત્મા ગાંધીને અનેક લોકોએ ચેતવ્યા હતા કે બાપુ તમારું જીવન કીમતી છે અને દેશની હાલત એવી છે કે તમારી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા દો પરંતુ તેમણે પ્રાર્થના સભા માં આવતા લોકો ની તપાસ કરવાની ના પડી હતી અંતે તેઓ શહિદ થયા હતા! અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન,
અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી સહિતના અનેક વિખ્યાત હસ્તીઓએ દેશ માટે જાન ગુમાવ્યા છે!! અને તેમણે મૃત્યુનો ભય રાખ્યો નથી એનો અર્થ એ નથી કે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાેખમમાં નાખવા જાેઈએ!
અને દેશના વડાપ્રધાન જ્યારે એમ કહેતા હોય કે ‘તમે મુખ્યમંત્રી નો આભાર માનજાે કે હું જીવતો પાછો ફર્યો છું’! ત્યારે એ મુદ્દાને હળવાશથી નહીં ગંભીરતાથી લેવો જાેઈએ અને તેનું સાચું મૂલ્યાંકન તો ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ની નેતૃત્વવાળી બેન્ચના જસ્ટીસ સૂર્યકાંત તથા જસ્ટીસ હીમાબેન કોહલી કરી શકે છે! તે શું તારણ કાઢે છે તેના પર હવે આ મામલો ર્નિભર છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દા પર રાજકારણ ના ચલાવવું જાેઇએ!