Western Times News

Gujarati News

૬ વર્ષનું બાળક સ્કૂલ જતાં પહેલા સફાઈ, કૂકિંગ કરે છે

નવી દિલ્હી, ૫-૬ વર્ષના બાળકોને સામાન્ય રીતે ઘરમાં બહુ પેમ્પર કરીને રાખવામાં આવે છે. તેમની દેખભાળ કરવામાં આવે છે, તેમની દરેક જીદ પૂરી કરવામાં આવે છે. મા-બાપથી લઈને અન્ય મોટા સભ્યો માટે પણ નાના બાળકો આંખોના તારા હોય છે. તેમને ઘરની વસ્તુઓથી દૂર રાખવામાં આવે છે જેથી ઈજા ન પહોંચે. પરંતુ ૬ વર્ષનો એક બાળક તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુ ફેમસ થઈ ગયો છે કારણકે તે આખા ઘરની દેખભાળ કરે છે.

રિપોર્ટ મુજબ @shopping666 નામના ટિકટોક અકાઉન્ટ પર હાલમાં એક બાળકનો વિડીયો શેર કરવામાં આવ્યો છે જેને જાેઈને સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. આ બાળક સવારે જલ્દી ઉઠે છે અને ઉઠતાવેંત જ ઘરના કામ કરવા લાગી જાય છે. સ્કૂલ જતાં પહેલા તે ઘરની સાફ-સફાઈ કરે છે, પોતાના ગંદા કપડા ઘોવે છે, નાસ્તો બનાવે છે અને પછી સ્કૂલ જાય છે.

વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, મારો દીકરો ૬ વર્ષનો છે. તે દરરોજ સવારે ૬ વાગ્યે ઉઠે છે અને પોતાના માટે નાસ્તો બનાવે છે. ઘરના અન્ય કામ કરે છે અને પછી સ્કૂલ જાય છે. વિડીયોમાં બાળક ઘરમાં ઝાડુ-પોતા કરતો દેખાય છે. પછી તે ગંદા કપડા ધોવે છે અને પોતે નહાયા બાદ નાસ્તો બનાવે છે.

આ વિડીયોમાં સવારના ઉઠવાથી લઈને સ્કૂલ જવા સુધીની દિનચર્યા દેખાડવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ વિડીયોને ૨ કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વિડીયો પર કમેન્ટ કરી રહેલા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના લોકો તો બાળકને જાેઈને દંગ રહી ગયા છે. તેઓ આ વાતથી દંગ છે કે આટલું નાનું બાળક આટલું સરળતાથી બધું કામ કેવી રીતે કરી શકે છે. તો બીજી તરફ લોકો વિડીયો પર કમેન્ટ કરીને મા-બાપની ક્લાસ લઈ રહ્યા છે.

તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ ઉંમરના બાળકને બહાર જઈને રમવા-કૂદવાની જરૂર છે. તો એકે કહ્યું કે આ બાળક પોતાનું બાળપણ ખોઈ રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.