Western Times News

Gujarati News

પતંગ-દોરીના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો થયો

વડોદરા, ઉત્તરાયણનો તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. પતંગ રસીયાઓએ આગમચેતી તૈયારી હાથ ધરી લીધી છે. પતંગ અને દોરીના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે.

મોંઘવારીના માર સાથે કોરોના ઈફેકટથી ઉતરાયણનું પર્વ ફિક્કુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળે છે.

આથી કાળઝાળ મોઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે. ત્યારે વડોદરામાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જાેવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે.

બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ ૧૫૦૦ રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની ૨૦ નંગ પતંગનો ભાવ ૫૦ રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી ૧૫ હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે. નોંધનીય છે કે બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલ્મ કલાકારોની પતંગ જાેવા મળી રહી છે.

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જાેવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાયરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પતંગના વેપારીએ પ્રયાસ કર્યો છે. આ વખતે ઉત્તરાયણમાં આ તમામ અલગ અલગ વેરાયટીઓની પતંગ ઉડતા જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.