દુનિયામાં કોરોનાનો આંક પહોંચ્યો 31 કરોડ, સૌથી વધુ પ્રભાવિત અમેરિકા
નવીદિલ્હી, દુનિયામાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે લોકોએ એકબીજાથી દૂર રહેવાની ફરજ પડી છે. આની પાછળ ચીનમાંથી ઉદ્ભવેલો કોરોનાવાયરસ છે કે જેણે સમગ્ર દુનિયામાં તેનો કહેર વરસાવ્યો છે. જેમા ખાસ કરીને અમેરિકા અને યુરોપનાં દેશનો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને ૩૦.૯૯ કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં ૫૪.૯ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૯.૪૪ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.
મંગળવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને ૩૦૯,૯૯૭,૯૧૫, ૫,૪૯૪,૨૪૬ અને ૯,૪૪૨,૯૭૩,૦૩૩ થઈ ગઈ છે. CSSE અનુસાર, દુનિયાનાં સૌથી વધુ કેસ અને મોત ૬૧,૪૫૭,૯૨૮ અને ૮૩૯,૪૫૧ ની સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. આ પછી, બ્રાઝિલમાં કોરોનાનાં ૨૨,૫૨૯,૧૮૩ કેસ છે જ્યારે ૬૨૦,૨૫૧ લોકો મૃત્યુ પામ્યા છે.
સીએસએસઇ ડેટા અનુસાર, ૫૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (૧,૪૭,૦૬,૫૬૫), ફ્રાન્સ (૧,૨૩,૧૨,૨૪૨), રશિયા (૧,૦૪,૮૫,૭૦૫), તુર્કી (૧,૦૦,૪૫,૬૫૮), જર્મની (૭૫,૭૦,૩૬૧), ઇટાલી (૭૫,૫૪,૩૪૪), સ્પેન (૭૪,૫૭,૩૦૦), આજેર્ન્ટિના (૬૩,૯૯,૧૯૬), ઈરાન (૬૨,૦૮,૩૩૭) અને કોલંબિયા (૫૩,૫૭,૭૬૭) છે.
વળી આ ઉપરાંત ૧૦૦,૦૦૦ થી વધુ મૃત્યુઆંકને વટાવી ચૂકેલા દેશોમાં રશિયા (૩,૧૦,૫૧૩), મેક્સિકો (૩,૦૦,૩૩૪), પેરુ (૨,૦૩,૦૬૭), યુકે (૧,૫૦,૭૧૨), ઇન્ડોનેશિયા (૧,૪૪,૧૩૬), ઇટાલી (૧,૩૯,૨૬૫), ઈરાન (૧,૩૯,૨૬૫), કોલમ્બિયા (૧,૩૯,૧૫૧), ફ્રાન્સ (૧,૨૬,૭૦૮), આજેર્ન્ટિના (૧,૧૭,૫૪૩), જર્મની (૧,૧૪,૧૨૭) અને યુક્રેન (૧,૦૩,૭૧૬) જેવા દેશ સામેલ છે.HS