Western Times News

Gujarati News

અમદાવાદમાં એટીએમમાં ફુટપટ્ટી નાંખીને ગઠિયાઓએ ચોરી કરી

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેર અને રાજ્યમાં મોટાભાગે રોજ જ ચોરીના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે અમદાવાદમાં એટીએમાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે જે જાેઇને તમે માંથુ ખંજવાળતા રહી જશો. અમદાવાદમાં એટીએમમાંથી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, બે તસ્કરો એટીએમમાં ચોરી કરી રહ્યા છે.

યુનિયન બેંક સહિત અન્ય બેંકના એટીએમમાં ચોરી થઈ હતી. એટીએમમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતું અને બાદમાં રુપિયા લઈને ચોર ફરાર થયા હતા. પોલીસે આ યુવાન તસ્કરો સામે તપાસ આદરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના યુનિયન બેંક અને અન્ય બેંકના એટીએમમાં ચોરી થઇ હતી. જેમાં બે યુવાન તસ્કરોએ એટીએમ મશીનમાં ફુટપટ્ટી નાંખીને મશીન બ્લોક કરી દીધું હતુ. જેથી ગ્રાહક રુપિયા લેવા આવે પરંતુ મશીનમાંથી રુપિયા નીકળે નહીં. જે બાદ આ તસ્કરો આવીને મશીનમાંથી ફુટપટ્ટી હટાવીને રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. આ રીતે ૧૬ હજાર રુપિયાનું નુકસાન થયું છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જે પરથી સ્થાનિક પોલીસ પણ આ ગઠિયાઓને શોધી રહી છે.

થોડા સમય પહેલા પણ શહેરમાં આવો જ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક એસબીઆઇ બેંકના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

વિરાટનગરમાં સવારના સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેંકના એટીએમનું શટર તોડીને નુકસાન કર્યું હતું.ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે ૩૦ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ કરવા માટે કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાની જાણ થઇ હતી.

જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે ગઠિયા એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરતા નજરે પડયા હતા અને બાદમાં ફરાર થઇ જતા નજરે પડ્યા હતા. તો હવે ક્યારેય પણ એટીએમમાંથી રોકડ ઉપાડવા જાવ ત્યારે સાવધાની રાખવી જરૂરી બની છે. જાે રુપિયા ન ઉપડે તો તમે એટીએમ મશીનના કીપેડ પર આપેલું કેન્સલનું બટન ત્રણવાર દબાવીને જ બહાર નીકળો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.