ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત થયા
નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. સોમવારે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા, તો બીજી તરફ ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ કોરોના સંક્રમિત થયા છે. જેપી નડ્ડાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું કે, પ્રારંભિક લક્ષણો બાદ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. અત્યારે હું સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છું, પરંતુ ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને અલગ કરી દીધી છે. જે લોકો આ દિવસો દરમિયાન મારી સાથે સંપર્ક આવ્યા છે તેઓએ પોતાની તપાસ કરાવવા વિનંતી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, મારામાં હળવા લક્ષણો હતા. મારી તબિયત હવે ઠીક છે. મેં મારી જાતને ક્વોરેન્ટાઇન કરી લીધી છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે.HS