Western Times News

Gujarati News

વિદેશથી આયાત થતાં હથિયારો અને વિવિધ ડિફેન્સ ઈમ્પોર્ટ પ્રોજેક્ટ સ્થગિત થશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે સૈન્ય તેમજ સુરક્ષા ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવા તરફ ડગ માંડ્યા છે, જેના હેઠળ હવે વિદેશથી આયાત કરવામાં આવતા હથિયારો અને કેટલાય ડિફેન્સ ઈમ્પોર્ટ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવશે. સરકારની આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર નવા સંરક્ષણ ઉત્પાદન (ડિફેન્સ પ્રોડક્શન) અને એક્સપોર્ટ પ્રમોશન પોલિસી લઈને આવી રહી છે.

આ દેશની અંદર સંરક્ષણ ઉત્પાદનને મજબૂત કરવા અને મિત્ર દેશોમાં તેમની નિકાસમાં મદદ કરવા માટે આગળનો માર્ગ નક્કી કરશે.
આ મુદ્દે સુરક્ષા મંત્રાલયની હાઈ લેવલ મીટિંગ થવાની છે જે વર્ચુઅલી આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં વૈશ્વિક ખરીદ (ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ) કેટેગરી હેઠળ તમામ આયાત પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવશે.

સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યા મુજબ, શક્ય છે કે આ બેઠકમાં આ પ્રોજેક્ટ્‌સને રદ કરવામાં આવે અથવા તેને સ્થગિત કરવા સંબંધિત કોઈ મહત્વનો ર્નિણય લેવામાં આવે.

ખુદ વડાપ્રધાનની સૂચનાથી પ્રેરિત સંરક્ષણ મંત્રાલયની પહેલમાં કહેવામાં આવ્યું છે કે હજારો કરોડના ઈમ્પોર્ટ પ્રોજેક્ટ્‌સને ખતમ કરીને ભારતીય કંપનીઓને આપવામાં આવશે સરકારી સૂત્રોએ જણાવ્યું કે ૧૨ જાન્યુઆરીએ થનારી બેઠકમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કરવામાં આવશે.

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ભારતીય સંરક્ષણ કંપનીઓને હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપવામાં આવે. આ ર્નિણયનો અર્થ એ થશે કે ભારતીય નૌકાદળ, વાયુસેના અને આર્મીના મોટી સંખ્યામાં પ્રોજેક્ટ્‌સને અસર થશે, જેમાં ભારતીય નૌકાદળના કામોવ હેલિકોપ્ટર એક્વિઝિશન જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે અગાઉ વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓને ભારતમાં આવવા અને અહીં તેલ અને કુદરતી ગેસ ક્ષેત્રે શક્યતાઓ શોધવા આમંત્રણ આપ્યું છે.

તેલ અને ગેસ ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓના સીઈઓ અને નિષ્ણાતો સાથેના એન્યુઅલ કન્વર્ઝેશનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ભારતને તેલ અને ગેસ ક્ષેત્રમાં આર્ત્મનિભર બનાવવા માંગીએ છીએ.પીએમ મોદીએ કહ્યું કે ભારતને તેલ અને ગેસ ક્ષેત્રમાં આર્ત્મનિભરબનાવવા માટે આ પ્રકારના સુધારા ચાલુ રહેશે.

એક્સપ્લોરેશન અને પ્રોડક્શનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હવે આવકને બદલે ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવામાં આવશે. વડાપ્રધાને ક્રૂડ ઓઈલ માટે સ્ટોરેજ સુવિધાઓની જરૂરિયાત વિશે વાત કરી હતી. દેશમાં કુદરતી ગેસની વધતી માંગ વિશે વાત કરતા તેમણે પાઇપલાઇન્સ, શહેર ગેસ વિતરણ અને એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ્સ સહિત વર્તમાન અને સંભવિત ગેસ માળખાકીય વિકાસનો ઉલ્લેખ કર્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.