Western Times News

Gujarati News

ખાનગી તબીબો “કોવિડ-૧૯ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” આપશે

મહેસાણા, મહેસાણા જિલ્લો કોવિડ વાયરસ સંક્રમણ અટકાવી શકાય તે માટે નવતર પ્રયોગનું આયોજન કરી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શનથી જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી કોવિડના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટ થાય તેવુ પ્રેરણાદાયી આયોજન કરાયું છે જિલ્લામાં કોવિડ સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટના ત્રિપલ ટી થી આરોગ્યની સેવાઓને વધુ સુદ્ધઢ બનાવાઇ રહી છે.મહેસાણા જિલ્લાના તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં ખાનગી ડોકટરો સાથે સંકલન કરી શંકાસ્પદ દર્દીઓને શોધવાનું સુનિશ્ચિત આયોજન કર્યું છે.

મહેસાણા જિલ્લા ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી દ્વારા પીળા કલરની સ્લીપ દરેક ખાનગી ડોક્ટરોને આપવાનું આયોજન કરાયુ છે.જેમાં ખાનગી ડોકટર આ સ્લીપમાં તેમની પાસે આવતા ઓ.પી.ડીના દર્દીઓમાંથી શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટ કરવાનું સુચન કરે છે.

આ પીળી સ્લીપમાં તારીખ,સમય,દર્દીનું નામ,ઉંમર,જાતિ,સરનામું,ફોન નંબર,લક્ષણમાં તાવ,ખાંસી,શરદી,ડાયેરીયા,શ્વાસ લેવામાં તકલીફ,એસ.ઓ.પી અન્ય, રીફર કરનાર ખાનગી ક્લીનીક,હોસ્પિટલ, એચ.આર.સી.ટી સેન્ટરનું નામ,રીફર કરનાર ડોક્ટરનું નામ,મોબાઇલ નંબર સહિતની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ “કોવિડ-૧૯ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” દર્દીને આપી તેની ફોટો કોપી વોટ્‌સઅપ ગ્રુપના માધ્યમથી મોકલી આપશે .આ સ્લીપમાં દર્શાવેલ દર્દીને ટેસ્ટીંગ કરાવેલે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે અને આવા તમામ દર્દીઓને ત્રિપલ ટી ના માઘ્યમથી સર્વેલન્સ કરી કોવિડ સંક્રમણ અટકાયતીની કામગીરી કરાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.