તાવથી ઉત્તપન્ન ટી-સેલ્સ કોરોના સામે રક્ષણ આપે છે
લંડન, સોમવારના રોજ લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના પરિણામને સોમવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે સામાન્ય તાવને કારણે ઉત્તપન્ન થતી ટી-કોશિકાઓ(ટી-સેલ્સ)ને કારણે કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે.
ઉલ્લેખનીય છે કે રસી બનાવવા માટે આ શોધ મદદ કરી શકે છે. કોરોનાથી બચવા માટેની રોગપ્રતિકારક શક્તિ એક જટિલ વિષય છે. અત્યાર સુધી એવા પૂરાવા મળ્યા છે કે, રસી મળ્યાના છ મહિના પછી એન્ટીબોડી ક્ષીણ થઈ જાય છે. આ સ્થિતિમાં ટી-સેલ્સ કોરોનાથી બચાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
ઉલ્લેખનીય છે કે આ અભ્યાસની શરુઆત સપ્ટેમ્બર, ૨૦૨૦માં કરવામાં આવી હતી. કોરોનાને કારણે સામાન્ય તાવ આવ્યો હોય તેવા ૫૨ લોકોને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તપાસવામાં આવ્યુ હતું , તેમના શરીરમાં ક્રોસ-રિએક્ટિવ ટી-સેલ્સનું પ્રમાણ કેટલુ હતું.
તેમના શરીરમાં ઈન્ફેક્શન જાેવા મળ્યુ હતું કે નહીં. અભ્યાસમાં સામે આવ્યું કે જે ૨૬ લોકોમાં ઈન્ફેક્શન જાેવા નથી મળ્યું તેમના શરીરમાં ટી-કોશિકાઓનું પ્રમાણ અન્ય લોકોની સરખામણીમાં ઘણું વધારે હતું. આ અભ્યાસના લેખક ડોક્ટર રિયા જણાવે છે કે, સામાન્ય શરદી અથવા તાવ આવ્યો હોય અને તેના કારણે શરીરમાં ટી-કોશિકાઓ ઉત્પન્ન થઈ હોય તો કોવિડ-૧૦ ઈન્ફેક્શન સામે લડવામાં તે મદદરુપ સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે નેચર કમ્યુનિકેશન્સમાં આ અભ્યાસને પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંશોધકોને આશા છે કે ટી-કોશિકાઓનો કોવિડ-૧૯ સંક્રમણ પર થતો આ પ્રભાવ રસી બનાવનાર વૈજ્ઞાનિકો માટે મદદરુપ સાબિત થશે. વર્તમાનમાં જે કોવિડ-૧૯ની રસીઓ ઉપલબ્ધ છે તે સ્પાઈક પ્રોટીનને ટાર્ગેટ કરે છે જે સમયસર મ્યુટેટ થાય છે.
પરંતુ ઓમિક્રોન જેવા વેરિયન્ટ્સ રસીની અસરકારકતાને ઘટાડે છે. આ અભ્યાસના અન્ય એક લેખક પ્રોફેસર અજિત લાલવાની જણાવે છે કે, અમે ટી-કોશિકાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ જે ઈન્ટરનલ પ્રોટીન્સની ઓળખ કરી છે, તેમાં મ્યુટેશનનું પ્રમાણ ઘણું ઓછું છે.SSS