રાતના સમયે કર્ફ્યુનો ભંગ કરી ગલીઓમાંથી જતા હોય તો ચેતી જજો
પોલીસ હવે આંતરિક રસ્તાઓ અને સોસાયટીઓમાં પણ પેટ્રોલિંગ કરશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆતથી જ કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે જેના કારણે કોરોનાને કાબુમાં લેવા માટે કોરોના ગાઈડલાઈનનો કડક અમલ થાય તે જરૂરી છે.
જેથીરાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ જીલ્લાઓના પોલીસ વડા અને પોલીસ કમિશનર્સ સાથે યોજેલી બેઠકમાં તમામને કોરોના ગાઈડલાઈન અને કરફર્યુનો કડક અમલ કરાવવા માટે સુચના આપી હતી.
જયારે આઠ મહાનગરોમાં રાતના સમયે માત્ર મહત્વના રસ્તાઓ પર જ નહી પણ આંતરિક રસ્તાઓમાં તેમજ સોસાયટીઓમાં પણ પેટ્રોલીંગ કરીને કોરોા ગાઈડલાઈનનો અમલ કરાવવા માટે સુચના આપી છે.
અમદાવાદ, સુરત સહિતના આઠ મહાનગરો સહિત હવે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે કોરોનાના ગાઈડલાઈન અને રાત્રી કરફર્યુનો કડક અમલ કરાવવા માટે ડીજીપી આશિષ ભાટિયાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી છે
જેમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાઓના પોલીસ વડા તેમજ પોલીસ કમિશનર્સ સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી.
સાથે સાથે પોલીસને તાકીદ કરી હતી કે રાત્રી કરફર્યુ દરમિયાન હાલ શહેરના મુખ્ય રસ્તાઓ પર જ વાહન ચેકિંગ જ કરવામાં આવી રહ્યું છે જેની સાથેસાથે આંતરિક રસ્તાઓ પર તેમજ સોસાયટીઓમાં પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવે કે જેથી રાતના સમયે સોસાયટી કે આંતરિક રસ્તાઓ પર એકઠા થતા લોકોને રોકી શકાય.
સોસાયટીમાં કોરોના સંક્રમણ ન ફેલા ઈતેમજ કોવિડ કેસના હોય તો યોગ્ય રીતે આઈસોલેશનના નિયમોનો પાલન થાય તે માટે કો ઓર્ડીનેટરને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી સ્થાનિક પોલીસને નિયમિત રીતે સોસાયટીના કોવિડ કો-ઓર્ડિનેટરનો નિયમિત રીતે સંપર્ક કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. (એન.આર.)