પ૦% થી ઓછા મુસાફર હશે તો ફલાઈટ ટેક્ ઓફ્ નહીં થાય

પ્રતિકાત્મત
ફલાઈટમાં પેસેન્જર લોડ ફેકટર ઘટીને હવે પ૦થી ૬૪ ટકા
(એજન્સી) અમદાવાદ, ઓમિક્રોનના નવા વેરિએન્ટથી દેશમાં ફરી કોરોના કેસો માથું ઉંચકી રહ્યુ છે. હવે ત્રીજી લહેરથી બચવા દેશના તમામ રાજયોએ નવી ગાઈડલાઈન જારી કરી સાવચેત રહેવા તાકીદ કરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં સ્થિતી ગંભીર બનતી જાય છે. કોરોનાની વધી રહેલા કેસોથી લોકોમાં પણ ભય પ્રવર્તી રહ્યો છે ત્યારે ધંધા રોજગાર માટે જતા વેપારીઓ પોતાની મિટીંગો ટાળી રહ્યા છે.
જાે તમે અમદાવાદથી મહારાષ્ટ્ર કે દિલ્હી ફલાઈટમાં મુસાફરી કરતા હોવ તો તમારી ફલાઈટ ગમે ત્યારે કેન્સલ અથવા તો રિશેડયુઅલ થઈ શકે છે એરલાઈન કંપનીઓએ જણાવ્યું કે ગત માર્ચ- એપ્રિલ મહિનામાં બીજી વેવ વખતે ફલાઈટોમાં મુસાફરોની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ હતી હવે તે સ્થિતી ધીમેધીમે પુનરાવર્તિત થઈ રહી છે. જાે કેસો વધતા રહેશે તો ફલાઈટોમાં કેન્સલેશનનું પ્રમાણ પણ વધશે.
અચાનક કોરોના કેસોમાં વિસ્ફોટ થતા વિમાન માર્ગે જનાર મુસાફરો ડરના માર્યે પોતાનો પ્લાન ટપોટપ રદ કરી રહ્યા છે. હાલમાં અમદાવાદથી પ્રતિદીન આઠથી ૧૦ જેટલી ફલાઈટો રદ થઈ રહી છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે જે તે સેકટરમાં ઓપરેટીંગ કોસ્ટ પણ ન નીકળે તો તે ફલાઈટ ઓપરેટ નહીં કરવામાં આવે.
એટલે કે ફલાઈટમાં જાે પ૦ ટકાથી ઓછા મુસાફરો હશે જે તે સેકટરની ફલાઈટો રદ કરાશે. મુસાફરોને હાલાકી વેઠવી ન પડે માટે કનેક્ટિંગ કે એજ સેકટરની બીજી ફલાઈટમાં મર્જ કરી અથવા તો ટિકિટ જેટલી કિંમતની ક્રેડીટ લિમિટનો વિકલ્પ આપવામાં આવશે.
તમામ ડોમેસ્ટિક ફલાઈટોમાં પેસેન્જર લોડ ફેકટર ફકત પ૦થી લઈ ૬૪ ટકા થઈ ગયો છે. જાે ફલાઈટોમાં પ૦ ટકાથી ઓછા મુસાફરો ઓછા હેશ તો ટેકઓફ નહીં કરવા પણ એરલાઈન કંપનીઓએ નિર્ણય લીધો છે.